________________
વાત છે, પણ એ વખતે ય એ પરાધીનતા ખટકે તો ખરી જ. આપણને એમ લાગે છે ? અને એમ લાગે તો આજે ખાવા-પીવા આદિમાં જે રસ આવે છે, તે આવે ખરો ?
આત્માને બરાબર માનતા થાવ, એટલે ભોગનો રસ ઉડ્યા વિના રહે જ નહિ આત્માને બરાબર માનનારો મળેલાં ભોગસુખોને પણ હરામ કરે છે અને ભોગવે છે તો ય તેમાં તેને પહેલાં જેવો રસ આવતો હતો તેવો રસ આવતો નથી. ન છૂટકે ભોગવે. નાસ્તિકોને આ મોટો ભય છે. આત્માને માન્યો કે ભોગસુખોનો રસ ઉડ્યો ! એવો ભય ન હોત તો દુનિયામાં કોઈ નાસ્તિક શાનો હોત ? નાસ્તિકને પણ શરીરથી ભિન્ન એવા આત્માના અસ્તિત્વનો વિરોધ કરવો મુશ્કેલ થઈ પડે છે, કારણ કે જે છે તેનાથી તેને તદ્દન વિપરીત કહેવું છે. તત્ત્વજ્ઞાની મહર્ષિઓનો ખજાનો એવો છે કે એ સાંભળતાં ભલભલાનું માથું હાલી જાય, પણ
જ્યાં આત્માનો બરાબર સ્વીકાર કરે એટલે ભોગની લાલસા ઉપર પૂળો મૂકાયા વિના રહે નહિ. એ પાલવતું નથી, માટે જ નાસ્તિકતાનું અસ્તિત્વ છે.
આત્માનું યથાર્થ સ્વરૂપ જેને હૈયે વસે, તેને પૈસા પોતાના ન લાગે અને પહેલાંની જેમ થેલીઓ ઉપાડવી ન ગમે, થેલીઓ ઉપાડવી, એને મજુરી કરવા જેવું લાગે. જેમ મજુર માથે સોનું મૂકીને જતો હોય, છતાં એને શું લાગે ? બોજો. કોઈ કહે કે – “બોજો નથી પણ સોનું છે' તો એ કહે કે - “સોનું છે પણ મારું નથી : મારે માટે તો બોજો જ છે.” એ જ રીતે, જેને બરાબર એમ લાગી જાય કે હું તે શરીરથી ભિન્ન એવો અનંત જ્ઞાનાદિમય આત્મા છું' તેને આ દુનિયાનું ચાહે તેવું સુખ પણ, સુખ રૂપે લાગે નહિ. એને એમાં પણ દુઃખનો જ ભાસ થાય. એવો આત્મા શ્રીમંતાઈને પણ બોજો માને, તો એમાં નવાઈ શી છે. અપેક્ષા સાલવી જોઈએ ?
આત્માને માનનારાઓમાંના પણ એવા ઘણાએ અજ્ઞાન છે, કે જેઓને આત્માના સ્વરૂપનો ખ્યાલ નથી. એવાઓને એ ખ્યાલ આવે એ માટે વિચાર કરવાનો છે. આત્માને પોતાના સ્વરૂપમાં જીવંત રહેવા માટે વસ્તુતઃ કોઈ પણ બહારની વસ્તુની અપેક્ષા નથી. આપણને વર્તમાનમાં અપેક્ષા રહે છે, કારણ કે આપણે ચેતન છતાં જડના સંયોગમાં ફસીને લગભગ જડ જેવા બની ગયા છીએ. આત્માના સ્વરૂપનો ખ્યાલ આવ્યા પછી પણ અપેક્ષા એકદમ ટળી જવાની નથી, கககக கக்க்க்க்க்க்க்க்க்க்க்க்க
கககககககக માત્માની ત્રણે અવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org