________________
ગણાતાઓમાં પણ આત્માના સ્વરૂપનો, આત્માની વર્તમાન દશાનો અને આત્માને સુવિશુદ્ધ સ્વરૂપમાં સ્થિત કરવાને માટે શું શું કરવું જોઈએ એ વગેરેનો વિચાર કરનારા કેટલા નીકળે, એ એક મોટો સવાલ છે. આસ્તિક ને નાસ્તિક ?
હું તે આ શરીર નહિ પણ આત્મા” આ વસ્તુ જો આપણા હૈયામાં બરાબર નથી હોય, તો આપણને એમ લાગ્યા વિના રહે જ નહિ કે વર્તમાનમાં હું જે અવસ્થા ભોગવી રહ્યો છું, તે મારી પોતાની સ્વાભાવિક અવસ્થા નથી જ. આત્મા અને જડના સર્વાગ સ્વરૂપના, ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાના જ્ઞાતા મહર્ષિઓએ, આત્માનો મુખ્ય ગુણ ચૈતન્ય અગર તો જ્ઞાન છે એમ ફરમાવ્યું છે. એ જ્ઞાનના વિષયમાં ત્રણેય લોકનો, ત્રણે ય કાળનો અને સર્વ પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. જેમ અરિસાની સામે રહેલી વસ્તુઓ અરિસામાં પ્રતિબિંબિત થાય છે, તેમ ત્રણે લોકમાં રહેલા સર્વ પદાર્થોનાં ત્રણે કાળનાં સઘળાં જ પરિવર્તનો એ જ્ઞાનગુણથી એક જ સમયે આત્મામાં પ્રતિબિંબિત થાય છે. જ્યારે સારા ય જગતની સર્વ કાળની સઘળી જ અવસ્થાઓ એ જ્ઞાનગુણથી જાણી શકાય, ત્યારે એ જ્ઞાનગુણમાં અપૂર્ણતા નથી એમ માની શકાય. આપણા આત્મામાં આવી જ્ઞાનગુણ છે, પણ અત્યારે તો તે અવરાએલો છે. આવા સ્વરૂપે આત્માને માનનારો અત્યારની અવસ્થામાં રાચે, એ સંભવિત છે ? આવા સ્વરૂપે આત્માને માનનારામાં એ સ્વરૂપને પામવાની ઇચ્છા ય ન જન્મે, એ સંભવિત છે ? આત્માના સ્વાભાવિક સ્વરૂપને પામવાની ઇચ્છા કેટલાને ? આવી ઇચ્છા ન હોય, છતાં એ કહે કે – “હું તો આત્માને બરાબર માનું છું' તો એ સાચું છે ?
કેટલાક આત્માઓ પોતે આસ્તિક છે' એ માન્યતામાં એટલા બધા હઠાગ્રહી બની ગયા હોય છે કે એમને આપણે જો એમ કહીએ કે બધી ઇચ્છાઓ જન્મે છે અને આત્માના મૂળભૂત સ્વરૂપને પ્રગટાવવાની ઇચ્છા સરખી પણ જન્મતી નથી – એ સૂચવે છે કે વાસ્તવિક સ્વરૂપની આસ્તિકતા નથી, તો એ બીચારાઓને ખંજરનો ઘા લાગવા જેવું દુઃખ થઈ જાય છે. એમને એમ થઈ જાય છે કે “હું ને નાસ્તિક ? આટલી આટલી ક્રિયાઓ કરું છું, મંદિર અને ઉપાશ્રયે જાઉ-આવું છું, તેનું શું?' પણ એ એમ ન વિચારે કે “મંદિર અને ઉપાશ્રયે જાઉં છું, ક્રિયાઓ કરું
છું, પણ તે શા માટે ?' નાસ્તિકતા ખટકે નહિ અને નાસ્તિકતાનો કોઈ ખ્યાલ జయ జయ జయ జయ జయజయము
અલ્માની ના અવસ્થાઓ
૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org