________________
આવી મળે ત્યારે તો એવી ઇચ્છા જન્મવી જોઈએ ને? આત્માના સ્વરૂપનો કાંઈક પણ ખ્યાલ મળ્યો હોય, આત્માને તેના સાચા સ્વરૂપે આપણે શંકારહિતપણે સ્વીકારતા હોઈએ અને તેમ છતાં આપણને શરીરમાં ફસાએલા આત્માની આ દશા ખટકે નહિ, એ બને ? કોઈને કહો કે “મોક્ષ જોઈએ છે કે નહિ ?” તો સામાન્ય રીતે એ ના નહિ પાડે : પ્રાયઃ રૂઢિ મુજબ હા પાડશે : પણ કોઈક વાર એકાંતમાં બેઠો હોય, ત્યારે પણ વિચાર કરતાં એને વર્તમાનનું પોતાનું સ્વરૂપ ખટક્યું હોય અને આત્માનું જે મૂળભૂત સ્વરૂપ છે તે પ્રગટાવવાની તાલાવેલી લાગી હોય, એવા આત્માઓ કેટલા મળે ? હવા વિના ન જીવાય-એય પરાધીનતા :
હું આત્મા છું અને મારું સ્વરૂપ અનંતજ્ઞાનાદિમય છે' એવું હૃદયમાં સુનિશ્ચિત થઈ જાય, તો એ વાતનો પણ ઝટ ખ્યાલ આવી જાય કે વર્તમાનમાં આપણે કેવા છીએ અને હવે આપણે કેવા બનવું જોઈએ ! અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી જે વિચારશ્રેણિ હું તમારી સમક્ષ રજૂ કરવાને ઇચ્છું છું, તેને જો તમારે તમારા હૈયામાં
સ્થાપિત કરવી જ હશે, તો આત્માના વિષયમાં તમારે ખૂબ જ નિશ્ચિત બની જવું પડશે. આપણને આપણા આત્માનું મૂળભૂત સ્વરૂપ ખ્યાલમાં આવી જાય અને એ સ્વરૂપને પ્રગટાવવાની આપણામાં અભિલાષા પ્રગટી જાય, તો એ પછી “આત્માના સ્વરૂપને પ્રગટાવવા માટે શું કરવું જોઈએ ?” – એ વાત સહેલાઈથી નક્કી થઈ શકે. એવો આત્મા, આત્માના જે ગુણો છે તેમાં લીન બનવાનો પ્રયત્ન કરે, એમાં જ એને સુખનો અનુભવ થાય, તમને જે વસ્તુઓ ખૂબ જ જરૂરી લાગી છે, તે તે વસ્તુઓમાંથી તે અમુકનો ઉપયોગ કરે તો ય તેને તે કામચલાઉ માને; એને એ સાલે; એમ થઈ જાય કે - આ પરાધીનતા શી ? જીવવા માટે હવા જોઈએ, ખાનપાન જોઈએ, એ બધાથી એને એમ લાગે કે “મારો આત્મા બંધનમાં ફસેલો છે, માટે મારે આ બધા વિના ચાલતું નથી. વસ્તુતઃ આત્માને જીવવાને માટે હવાની કે ખાનપાનની જરૂર છે - એવું છે જ નહિ. હવા, ખાનપાન આદિ બંધનમાં જીવવા માટે છે. જેમ અગ્નિ લોઢામાં ભળે છે તો ઘણા ખાવા પડે છે. અગ્નિ એકલો હોય, ભડકે બળતો હોય, તો એને ઘણ મારવા કોઈ જાય છે? નહિ જ. આ તો અગ્નિ લોઢામાં પેસે છે, તો લોઢા ભેગા એને પણ ઘણ ખાવા પડે છે. એ જ રીતે, હવા કે ખાનપાનની જે જરૂર પડે છે, તે પણ આત્મા શરીરમાં ફસેલો છે માટે !
555555555555555555555
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org