________________
દૃષ્ટિએ જ તમારે વિચાર કરવાનો છે કે ‘હું ખરેખર આસ્તિક છું ? મેં કદી પણ આત્માના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કર્યો છે ? આત્માનું સાચું સ્વરૂપ કેવું છે એ વાતને સાંભળવાની મને જ્યારે જ્યારે તક મળી, ત્યારે ત્યારે કોઈ વેળા પણ મને એ ઇચ્છા જન્મી છે ખરી કે હું મારા એ સ્વરૂપને પ્રગટ કરું ? એમ થયું છે કે એવા સ્વરૂપવાળો હું આજે કેવી કારમી વિડંબના ભોગવી રહ્યો છું ?’ આત્માનું અનાદિકાલીન અસ્તિત્વ :
--
તમે સાચા સ્વરૂપમાં આસ્તિક હો, તેમાં જ હું રાજી છું. તમે વાસ્તવિક સ્વરૂપના આસ્તિક ન હો તો તેવા બનો, એ જ મારી ઇચ્છા છે. આ પ્રયત્ન એટલા જ માટે છે કે - તમારામાં સાચું આસ્તિક્ય ન હોય તો તે પ્રગટે અને હોય તો તે વિશેષ નિર્મલ અને વિશેષ દીપ્તિમંત બને. તમને એકાદ દિવસે એકાદ વાર પણ એ વિચાર આવ્યો છે ખરો કે ‘મારું અસ્તિત્વ અનાદિકાલીન છે અને અનંતકાળ પર્યંત રહેવાનું છે ?’ કોઈ કાળ એવો હતો નહિ કે જ્યારે હું નહોતો અને કોઈ કાળ એવો આવશે પણ નહિ કે જ્યારે હું નહિ હોઉં. ત્રણે કાળમાં હું તો હતો, છું અને રહેવાનો છું ! ‘આવા સર્વ કાળના અસ્તિત્વવાળા મારે આ જીવનમાં કેવી રીતે વર્તવું જોઈએ, કે જેથી મારો અનંતો ભવિષ્યકાળ બગડે નહિ' એ જાતિનો વિચાર તમે કર્યો છે કે નહિ ?
સભા : આ શરીર તો ઉત્પન્ન થએલું છે ને ?
આપણે તો આત્માની વાત કરીએ છીએ. આ શરીર તો માતાના ઉદરમાં ઉત્પન્ન થએલું છે અને એક દિ’છૂટી જવાનું છે. બીજે બીજું શરીર હતું, પણ આ નહિ, અનાદિકાળથી શરીરો તો બદલાયે જ જાય છે, પણ આત્માનું અસ્તિત્વ કોઈ કાળે પણ જોખમાતું નથી. આત્મા અસંખ્ય પ્રદેશાત્મક છે અને તે કોઈ પણ શરીરમાં ટકી રહે છે. એમાં વધ-ઘટ થતી નથી. કોઈ કાળ એવો નથી કે જ્યારે આત્માનું અસ્તિત્વ ન હોય. આ બધી જન્મ-મરણની પંચાત પણ આત્માનું સ્વરૂપ અવરાઈ ગયું છે માટે છે. આત્માના અસંખ્ય પ્રદેશો ઉપર અનંતાનંત કર્માણુઓનું આવરણ આવી ગયું છે અને એથી જ આત્મા અત્યારે આ દશાને ભોગવી રહ્યો છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય અને અનંતસુખ આત્મામાં તો છે જ, પણ અત્યારે એ આવિર્ભૂત નથી પરંતુ તીરોભૂત છે. આપણને એવો વિચાર થવો જોઈએ કે - ‘આ તીરોભૂત દશા અનાદિકાળની છે, મારું અસ્તિત્વ
Bevvvv
Jeevelese
આત્માની ત્રણ અવસ્થાઓ
Jain Education International
For Private & Personal Use Only
32
www.jainelibrary.org