________________
મોટું એવું થઈ જાય છે - પછી એક ટૂકડો પણ મોંઢામાં મુકવો ગમે નહિ. પણ એ જ સાકર દરીયામાં નાખો તો? દરીઆમાં શેર સાકર ક્યાં ગઈ એનો પત્તો ય લાગે નહિ. એ જ રીતે જ્યારે આત્મસ્વરૂપ વિકસે ત્યારે જગત કેવું લાગે ? સૂક્ષ્મ. આત્મસ્વરૂપની સાચી પિછાણ થઈ જાય, એટલે જગતનાં સુખો તુચ્છ ભાસ્યા વિના રહે નહિ. પછી આ અમનચમનનાં આત્માને આનંદ આવે નહિ. એવા આત્માઓને કોઈ ચક્રવર્તીના સિંહાસને બેસાડી દે, તો પણ એને એ બંધન રૂપ લાગે. એને લાગે કે “આ પણ પરાધીનતા છે.” તમને તો પરાધીનતા પE ખટકવાને બદલે આનંદ ઉપજાવે છે ? કારણ કે - સ્વાધીનતાનો સ્વાદ ચાખ્યાં નથી, સ્વાધીનતાનું સુખ સમજાયું નથી. આત્માનું મૂળભૂત સ્વરૂપ ખ્યાલમાં આવી જાય, એટલે તો એમ પણ થાય કે “મારે ને જીવવા માટે હવા-પાણી જોઈએ ? બહુ જૂલ્મ. આ કેમ સહાય? “કોઈની પણ સહાય વિના અનંતકાળ પયંત જીવી શકું - એવા સ્વરૂપવાળો હું, અત્યારે એવો બન્યો છું કે હવા વગેરે વિના હું જીવી શકતો નથી ?' જેને આ જાતિના વિચારો આવે, તે બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલો કંગાળ પણ હોય, છતાં પણ તે મહા આસ્તિક છે. આત્મામાં અનંત સુખ ભરેલું છે ? સભા: આ પ્રકારનું ચિંતન આવું જોઈએ.
આ ચિંતન, એ સામાન્ય ચીજ નથી. આટલું ચિંતન આવી જાય, તે પછી આત્માને પોતાનું સ્વરૂપ પ્રગટાવતાં વાર લાગે નહિ. કિંમતી માત્રાઓના મોટા બાટલા હોય નહિ. એની ફાકી મારવાની હોય નહિ. વૈદ્ય કેટલી માત્રા આપે ? એટલી થોડી કે - પડીકે ઊઘાડતાં ન આવડે તો હાથમાં પણ આવે નહિ. પણ એ માત્રા આપનાર વૈદ્ય કહે કે - “અમુક નહિ ખવાય ને અમુક નહિ પીવાય. હવે ભોગો બંધ કરવા પડશે.” તેમ આ ચિંતન એ પણ માત્રા છે. આ માત્રા લેતાં આવડે તો આ દશામાં પડેલો-પરાધીન બની ગએલો આત્મા, જોત-જોતામાં સ્વાધીન બની જાય ! એની અનંત શક્તિ અલ્પ કાળમાં જ પ્રગટી જાય ! પણ આ ચિંતન આવવું મુશ્કેલ છે. આખી દૃષ્ટિ કરવી જોઈએ. આ ચિંતન આવે એટલે જગત રાંકડું ભાસે. જગત આખું એની સામે નાચે, તો ય એ એની સામે ન જૂએ. એને જગતની સુખ માટેની ધાંધલ જોઈ દયા આવે.
આત્માના સ્વરૂપ આદિ સંબંધી આ વિચારો જ્યાં સુધી હૈયામાં સ્થિરતા ન
પૂ.આ. રામચંદ્રસૂષ્ટિ સ્મૃતિમાળા - ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org