________________
છે જ નહિ. પરમાત્મ-સ્વરૂપના પ્રગટીકરણને માટેની જ્ઞાનિઓએ વિહિત કરેલી ક્રિયાઓ જેવી રીતે કરવી જોઈએ તેવી રીતે ન થતી હોય અને પાપ ક્રિયાઓ થયે જતી હોય, તો એને એમ થાય કે – “ન માલમ, હજુ કેટલો સંસાર બાકી છે !' આવું આવું જેને થાય, તે અંતરાત્મા છે. અંતરાત્મ-દશાને પામેલો આત્મા સંસારની ક્રિયા ન જ કરે એમ નહિ, પણ એ કરતાં એનો હાથ ને હૈયું કંપે. પૈસા યોગ્ય માર્ગે દેતાં એનો હાથ ને એનું હૈયું જોર કરે અને પૈસા લેવાની વખતે એને ખટકારો થાય. એને એમ થાય કે ક્યારે આ દશાથી હું મૂકાઉં !' મળેલાનો સદુપયોગ કરી લો.
તમારો હાથ પૈસા લેતાં ધ્રૂજે કે દેતાં ધૃજે ? મંદિરમાં પણ ગજવામાંથી હાથ પાછો કાઢતાં વાર કેમ લાગે છે ? ત્યાં પણ પૈસાને બદલે અડધો (આઠ આની) ના આવી જાય, એની ચિંતા ! મંદિરમાં મૂકવા માટે પૈસો વીણવાનું મન થાય, ત્યારે એમ થવું જોઈએ કે “મૂર્ખ ! આવી જગાએ મૂકવા માટે સોનૈયો કાઢવાનું મન થવું જોઈએ, એને બદલે તને પૈસો શોધવાનું મન થાય છે, તે તારું ભાગ્યે જ તાંબા જેવું છે !” મંદિર તાંબીયાને લાયક અને ગજવું સોનૈયાને લાયક એમ ? એવામાં ભૂલેચૂકે સોનૈયો આવી ગયો ને મૂકાઈ ગયો તો ? ત્યાં ને ત્યાં નિશ્ચય કરે કે - “હવે બહુ જ સાવધ રહું ! આજ તો ભૂલ થઈ ગઈ તે થઈ ગઈ, પણ હવે બરાબર જોઈને મૂકું. જો કે અત્યારે તો પૈસાને બદલે સોનૈયો મૂકાઈ જાય, એવું પ્રાયઃ છે જ નહિ; કારણ કે સોનું ઘણું ખેંચાઈ ગયું છે અને જે કાંઈ બાકી છે તે પણ રહેશે કે કેમ, એ એક મોટો સવાલ છે. આજે વિલાયતમાં કપડાં ઉપર પણ જ્યાં મર્યાદા મૂકાઈ ચૂકી છે, ત્યાં તમે સોને મઢયા ફરી શકશો કેમ ? ત્યારે એવી કોઈ રીતે સોનું જાય, એને બદલે એનો સદુપયોગ કરી લો ને ? અહીં સોનું ભેગું કરવું છે ? સભા અહીંધી નહિ લઇ જાય?
એ માટે તમારે મુંઝાવા જેવું નથી. આવડે તો સોનાનો પત્થર બનાવી શકાય એવી કારીગરીવાળા પત્થરો આદિ તૈયાર કરાવી શકાય કે ટોપાવાળાઓને પણ એને જોતાં, લેવાનું મન થવાને બદલે ટોપો ઉતારવાનું મન થાય.તમે મૂર્છા ઉતારીને અહીં આપવા માંડો તો એવા અનેક માર્ગો છે કે જેમાં વપરાએલાને કોઈ લઈ જઈ શકે નહિ અને અનેક આત્માઓના વિસ્તારમાં તમારી ઉદારતા કારણભૂત બન્યા વિના રહે નહિ. પણ આ બને ક્યારે ? પોતાની બહિરાત્મ-દશા ભાલાની જેમ ભોંકાય ત્યારે ! జయ విజిటివీడు ఉధీడియయజేయబేజీబీటీటి
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩
પ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org