Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 75
________________ પેલી મુંઝવણ ટળી ગઈ હોય તથા શાંતિ અનુભવાઈ હોય, એવો કોઈ દહાડો તમારા જીવનમાં આવ્યો છે કે નહિ ? સભા પાંચમો આરો કઠણ છે, ધર્મ કરશે તે તરશે, એવું એવું મરણના કાગળમાં લખીએ છીએ. પાંચમો આરો કઠણ છે, એ વાત સાચી છે. ધર્મ કરશે તે તરશે, એ વાત પણ સાચી છે. પણ બીજું બધું મરણ પાછળ જે કરો તે ખોટું છે ને ? ભગવાનને ગમ્યું તે ખરું એવું જે લખાય છે, તે જૈનની ભાષા છે કે લોકભાષા છે? લોક બોલે તેમ જૈન બોલે કે જૈનો એની એ વાત પણ સિદ્ધાંત ન હણાય, તેવી રીતે બોલે ? પાંચમો આરો કઠણ છે, પણ જે ધર્મ કરે તેને માટે તો એ સારો નીવડ્યો કહેવાય ને ? મોક્ષનો ઉપાય છે અને તે ભગવાને બતાવેલો છે ? આત્મા, આત્માનું નિત્યત્વ, આત્માનું કર્મકર્તુત્વ, આત્માનું કર્મફલ-ભોસ્તૃત્વ, આત્માનો મોક્ષ અને આત્માના મોક્ષનો ઉપાય, આ જે છ સ્થાનો છે, તે છ બાબતોમાં જુદાં જુદાં દર્શનો જુદી જુદી માન્યતા ધરાવે છે. તેમાં આપણે આત્મા છે, એમ માનીએ છીએ, આત્મા વડુરૂપે નિત્ય છે, એમ આપણે માનીએ છીએ, આત્મા શુભાશુભ કર્મનો કર્તા છે, એમ માનીએ છીએ અને એ શુભાશુભ કર્મના ફળને એ શુભાશુભ કર્મ કરનારો આત્મા જ ભોગવે છે, એમ આપણે માનીએ છીએ. એ પછી આપણે આત્માનો કર્મથી મોક્ષ છે, એમ પણ માનીએ છીએ અને આત્મા કર્મથી મુક્ત બની શકે એવો ઉપાય વિદ્યમાન છે, એમ પણ આપણે માનીએ છીએ. આપણી આવી માન્યતા છે, એટલે જ વાત કરી કે, તમને કોઈ દિ' તમારા મોક્ષના વિચારથી શાંતિ થઈ હોય, એવો કોઈ દહાડો યાદ આવે છે ? પછી થયું હોય કે, “મોક્ષ મેળવવો એ મારા હાથની વાત છે અને તે મારે મારા પુરુષાર્થથી જ મેળવવાનો છે.” એવો ય કોઈ દહાડો સાંભરે છે ? પછી એવું પણ થયું હોય કે “જેમને હું ભગવાન માનીને પૂજું છું ને નમું છું, એ ભગવાને મોક્ષનો ઉપાય બતાવેલો છે, હું એ ઉપાય સેવવા માંડું અને એ ઉપાયને સેવવાના ફળ રૂપે મને મોક્ષ મળવામાં જેટલો સમય જાય, એટલો જ સમય મારે આ સંસારમાં ભટકવાનું છે, પછી તો સદાની શાંતિ છે !” એવો કોઈ દહાડો છે ? આટલી વાતો સમજો, તો સમ્યક્તની બધી વાત આવી ગઈ ગણાય. – “આત્મોન્નતિનાં સોપાનમાંથી భీమణిదీ డీజీపీ మహేజీలో పోటీడోజోమయమణి પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76