Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 74
________________ મોક્ષ યાદ આવે છે ? કોઈ દિ' તમને ખરેખર મોક્ષ યાદ આવેલો કે નહિ, એમ પૂછું? તમારા ઘરમાં જન્મ-મરણ થયાં છે કે નહિ ? કોઈના ઘરમાં હમણાં ન થયાં હોય, તો કુટુંબમાં જન્મ-મરણ થયાં છે કે નહિ ? છેવટ પડોશમાં ને ગામમાં ઘણા જન્મે છે ને ઘણા મરે છે, એની તો ખબર છે ને ? એવા કોઈ જન્મ કે મરણના બનાવ વખતે તમને એમ થયેલું ખરું કે, જીવને આમ જન્મવાનું ને મરવાનું ક્યાં સુધી ? જન્મ, જીવન ને મરણ દ્વારા આપણે ભટક્યા કરવાનું ક્યાં સુધી ? આવો કોઈ વિચાર તમને કોઈ નિમિત્ત પામીને પણ આવેલો, એમાંથી મોક્ષનો વિચાર આવેલો ને એમાંથી મોક્ષ પામવાનું મન થયેલું, એવું કાંઈ છે ખરું ? કોઈના જન્મમરણ વખતે ય ઘરમાં કોઈ મોક્ષની વાત સંભારતું નથી ? તમે કેટકેટલી કાણમોકાણમાં ગયેલા ? તેમાં કોઈ દિ' મોક્ષની વાત થયેલી ખરી ? મોક્ષની શ્રદ્ધા હોય, તો એવા વખતે તો મોક્ષ ખાસ યાદ આવે ને ? મોક્ષની યાદથી મુંઝવણ ટળ્યાનું યાદ છે ? મોક્ષ નથી એમ માનવું એ જેમ મિથ્યાત્વનું સ્થાન છે, તેમ મોક્ષ છે એમ માનવું એ સમ્યક્તનું સ્થાન છે. મોક્ષ માનીએ તો જ ધર્મની વાત આગળ ચાલે. મોક્ષને માન્યા વિના, આત્માની ઉન્નતિની વાત થાય નહિ. તો મોક્ષ છે એ વાત તમારા માથામાં પેઠી છે કે નહિ ? અને એ તમારે હૈયે બેઠી છે કે નહિ ? મોક્ષ છે અને મારો મોક્ષ થવાનો છે, વહેલો કે મોડો પણ એક દિ'મારો મોક્ષ જરૂર થવાનો છે ને આપણે આ બધાથી છૂટવાના છીએ, આવું હૈયામાં બેઠેલું છે ? આ બધી ભટકવાની મોંકાણ ગમતી નથી, પણ હજી ભટકવું પડે એમ લાગે છે, છતાં પણ હૈયે એક એ વાતની એટલી શાંતિ છે કે, એક દિ' જરૂર આ બધાથી છૂટવાના છીએ ને મોક્ષ પામવાના છીએ, આવું કાંઈક તમે કહી શકો એવું છે કે નહિ ? સુખીમાં સુખી ગણાતો માણસ, સારામાં સારો ગણાતો માણસ જોતજોતામાં મરી ગયો, એવું તમે સાંભળેલું ? એવું સાંભળો ને એવો વિચાર આવે ખરો કેમારે પણ મરવાનું આવવાનું જ છે ? તે વખતે એમ પણ થાય કે, આ બધું મેં મેળવેલું, સાચવેલું, સંઘરેલું મારે મૂકવાનું છે ? આવા વિચારથી કદાચ સહેજ મુંઝવણ થઈ હોય, પણ તરત વિચાર આવેલો ખરો કે, આવું તો આપણે ગાફેલ રહીએ છીએ, ત્યાં સુધી જ બનવાનું છે ને ? બાકી તો જ્યાં હું સજ્જ બન્યો ને મારો મોક્ષ સાધવા નીકળ્યો, એટલે મારો મોક્ષ થવાનો જ છે. આવો વિચાર આવ્યો હોય અને એથી கக்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க અભાની ત્રછા અવસ્થાઓ Su Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76