Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 73
________________ તમારી ને અમારી બધાની આ વાત છે, એક વાર કહ્યું હતું ને કે, આપણે બધા ઉંમરમાં સરખા છીએ ? શાથી સરખા છીએ ? આપણે સૌ અસ્તિત્વમાં અનાદિકાળથી છીએ માટે ! એટલે આમ જન્મ, જીવન અને મરણ કરતાં કરતાં આપણે અનંતાનંત કાળ પસાર કરી દીધો છે. હવે આપણને એમ થાય છે કે, આવું હજી ક્યાં સુધી ચાલ્યા કરવાનું ? અત્યાર સુધીની જેમ સુખ-દુઃખ ભોગવતાં ભોગવતાં જન્મવું, જીવવું ને મરવું, એવું જો ચાલ્યા જ કરે, તો તે આપણને ગમે? તેમાં આપણને વાંધો ખરો ? “સુખ મળશે તો સુખમાં જીવીશું ને દુઃખ આવશે તો દુકમાં જીવીશું ને કરતા આવ્યા છીએ, તેમ જન્મ-મરણ કર્યા કરીશું.' આવું મનમાં છે ? કે આમાંથી છૂટવાનું મન છે ? અનાદિકાળથી આપણી જે આવી સ્થિતિ થતી આવી છે, તેથી કોઈ દિ' મુંઝવણ થઈ છે ખરી ? ઘડીમાં સુખી થઈએ, ઘડીમાં દુઃખી થઈએ, જન્મ્યા ત્યારે બાળક હતા. પછી યુવાન થયા ને હવે બુઢા થયા કે થવા આવ્યા, પહેલાં જે બળ હતું તે આજે નથી, મરવાનું નજીકમાં આવતું જાય છે, આ બધું મેળવેલું, સાચવેલું, સંઘરેલું છોડીને જ જવું પડવાનું, અહીંથી મરીને બીજે જન્મવાનું ને ત્યાં પણ ફરી માંડવાનું ને મરવાનું ! આવું અનાદિકાળથી બનતું આવ્યું છે, પણ આવું બધું આપણે માટે બન્યા કરે, એ આપણને પસંદ છે ? આપણે માટે આવું બધું બને, એ જો પસંદ ન હોય, તો બીજાને માટે આવું બધું બને તે પણ પસંદ પડે જ નહિ. એટલા માટે આપણે પહેલી વાત આપણી કરીએ છીએ. જેમને આવું બધું બને, તે પસંદ ના હોય, તે જીવોને માટે જ મોક્ષની વાત છે. જન્મ-મરણ નિમિત્તે મોક્ષ યાદ આવેલો ? આ પૂર્વે આત્માના સ્વરૂપની વાત કરતાં આપણે “આત્મા કર્મનો કર્તા પણ છે અને કર્મના ફળનો ભોક્તા પણ આત્મા છે.' એ વાત કરીને આત્માના પરિનિર્વાતાપણાની વાત કરી હતી. આત્માનો મોક્ષ થતો હોય, તો જ આત્મામાં ખરેખરું પરિનિર્વાતાપણું ઘટે ને ? જે કોઈ આત્મા મોક્ષને ઇચ્છે અને મોક્ષને મેળવવા માટે મથે, તેનો મોક્ષ થયા વિના રહેતો જ નથી. એ માટે જ આત્માને પરિનિર્વાતા તરીકે પણ ઓળખાવાય છે. હવે આપણે દરેકે પોતે જ વિચાર કરવો રહ્યો કે, આપણને મોક્ષ યાદ આવે છે કે નહિ ? ધર્મ કરવા નીકળેલાને તો મોક્ષ સદા યાદ આવવો જોઈએ ને ? ધર્મની ઇચ્છાવાળાને ય મોક્ષ યાદ આવે, કારણ કે ધર્મ કરવાનું ખરેખરું મન જ મોક્ષ મેળવવાનું મન થાય ત્યારે થાય ને ? તમને భవదఖి వీడి పోయమని భయయ ૬૪ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76