Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ અમે એવા અનેકોને જોયા છે, કે જે ધર્મક્રિયામાં પણ અમારી સાથે પોલીસી રમતા હોય અને અમને રમાડવાને મથતા હોય. તમે એવી સ્થિતિમાં મૂકાવ, તો એવાને માટે શું બોલો ? પણ ભાનભૂલો બનીને હું કોઈને ય માટે એલફેલ બોલ્યો ય નથી અને બોલું પણ નહિ ? કારણ કે અમને તો એ બીચારાઓની દયા આવે છે. પુણ્યને છોડી પૉલીસીમાં માનનારા બનેલાઓ બહિરાત્મા છે, પછી ભલેને એ દેવ-ગુરુની પાસે માથું ઝુકાવતા હોય ! તમારામાં બહિરાત્મ- દશા હોય તો તે નીકળી જાય એ જ અમારો ઇરાદો છે, કારણ કે એ દશા અમને આંખમાં કણાની જેમ ખટકે છે. અહીં બેસીને તમારી પોલીસીની પ્રશંસા કરવાનું મન થાય, તો હું વ્યાખ્યાન બંધ કરવાનું જ પસંદ કરું. આથી જ તમારા સાચા હિતની કામનાથી કહું છું કે બહિરાત્મ-દશા હોય તો તે કાઢો, અંતરાત્મ દશામાં ખૂબ ખૂબ રમતા બની અને જેમ બને તેમ જલ્દી પરમાત્મ-સ્વરૂપને પામી શકાય એવા પ્રયત્નમાં લાગી જાઓ. મિથ્યાત્વ ને સખ્યત્ત્વનાં છ છ સ્થાન મિથ્યાત્વનાં અને સભ્યત્વનાં છ સ્થાન : આત્માના સ્વરૂપનો ખ્યાલ આવે અને આત્માની ઉન્નતિ કેમ સધાય એનું માર્ગદર્શન મળે, એ માટે અનંત ઉપકારી મહાપુરુષોએ મિથ્યાત્વનાં અને સમ્યક્તનાં જે છ છ સ્થાનો ફરમાવ્યાં છે, તે કુલ બાર સ્થાનો જાણી લેવા સાથે તે બાર સ્થાનોનું સ્વરૂપ પણ જાણી લેવું જોઈએ, મિથ્યાત્વનાં સ્થાનો પણ છ છે અને સમ્યક્તનાં સ્થાનો પણ છ છે. મિથ્યાત્વનાં છ સ્થાનોમાં પહેલું સ્થાન આત્મા નથી, એમ માનવું.” એ છે. બીજું સ્થાન “આત્મા છે, પણ વસ્તુ રૂપે આત્મા સદાસ્થાયી એટલે નિત્ય નથી એમ માનવું એ છે. ત્રીજું સ્થાન “આત્મા શુભાશુભનો એટલે પુણ્ય પાપનો કર્તા નથી, એમ માનવું” એ છે. ચોથું સ્થાન આત્મા પોતપોતાના કરેલા શુભાશુભ કર્મના ફળનો ભોક્તા નથી, એમ માનવું' జియంను చేయలేదని వంటింటి પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ go Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76