________________
જાવ, એ મારી ઇચ્છા છે; પણ એ ખાડો ભૂંડો લાગવાને બદલે સ્વર્ગ જેવો લાગે ત્યાં શું થાય ? જેઓ એવા ન હોય, તે મહા ભાગ્યવાન છે. બહિરાત્મ-દશામાંથી નીકળેલા અને અંતરાત્મ-દશામાં રમતા પુણ્યાત્માઓ, સદાને માટે અનુમોદનીય આદિ છે. જે કોઈ એવા ન હોય તે એવા બને એ ઇચ્છાથી જ કેટલાકોને કડક લાગે એવી પણ વાતો કહેવી પડે છે.
બહિરાત્મ-દશાનો જ એ પ્રતાપ છે કે પુણ્ય પર જેટલો વિશ્વાસ નથી, તેટલો વિશ્વાસ પોલીસી ઉપર છે. એવાઓની એ માન્યતા છે કે “સંસારમાં તે જ સુખે
જીવી શકે કે જે પૉલીસીવાળો હોય.” પોલીસીમાં જે આબાદી જૂએ છે, તે પુણ્યને માનનારા છે ? અને પુણ્યને માનનારા હોય તો પણ કેવા ? પૉલીસી એટલે શું ? જેને જાળમાં ફસાવવો હોય, જેની પાસેથી સ્વાર્થ સાધવો હોય, જેના વિશ્વાસઘાતી બનવું હોય તેને વિશ્વાસુ બનાવીને સીસામાં ઉતારવાની આવડત કે બીજું કાંઈ ? પૉલીસી ઉપર તો કેટલાકને એટલો બધો વિશ્વાસ છે કે તેઓ આજે અમારી પાસે પણ પોલીસી રમતા બની ગયા છે. પહેલાં કોઈને સામાયિક કરતો, ક્રિયાકાંડ કરતો જોઈને અમને એની પ્રશંસા કરવાનું મન થઈ જતું પણ જ્યારે એવો કોઈ અવસર આવે અને અમારી સાથેની વાતમાં પોલીસી ભાળીએ ત્યારે શું થાય ?
અમને વેચાણ લઈને શાસ્ત્રને કબાટમાં મૂકી દેવાનું કહેવામાં આવે, અમે શાસ્ત્રની વાત કરતા હોઈએ તો ય કહે કે “જરા કાળજી રાખીને બોલો. અત્યારે શાસ્ત્રની વાત કરો તે ન ચાલે. શાસ્ત્રની વાત ઠીક છે, પણ અત્યારનો જમાનો જૂઓ અને અમે જે રીતે જીવી રહ્યા છીએ તે રીતે જીવવું એ જ ઠીક છે એવું પૂરવાર કરી આપો તો અમે તમને દેવની જેમ પૂજવા તૈયાર છીએ.” આવા વખતે અમને એમ જ થાય કે તમે કહો છો તેવી રીતે વર્તીને દેવની જેમ પૂજવાને બદલે શાસ્ત્રાનુસાર બોલતાં અને તે મુજબ વર્તતાં અમારે કદાચ તમારા જેવાઓના પગ નીચે છુંદાઈને મરવું પડે તોય તે બહેતર છે !
સામાયિક, પ્રતિકમણાદિ કરનારાઓમાં બધા એવા નથી હોતા, પણ એવાં ઉત્તમ અનુષ્ઠાનોને આચરનારાઓ પૈકીનાને પણ એવું બોલતા સાંભળીને અમે વિચાર કર્યો કે અનુષ્ઠાનો કરતો હોય એટલા માત્રથી એની પ્રશંસા નહિ કરતાં, જરા ચકાસી જોવો ! జయదేవం తంబీబీజీటతీయండింటితడిసి ఉండి આત્માની ત્રણ અવસ્થાઓ
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org