________________
એ છે. પાંચમું સ્થાન ‘આત્માનો મોક્ષ નથી, એમ માનવું' એ છે અને છઠ્ઠું સ્થાન ‘આત્માના મોક્ષનો ઉપાય નથી એમ માનવું' એ છે. આ છ સ્થાનો મિથ્યાત્વનાં છે.
‘આ છ સ્થાનો છે એમ સ્વીકારવું.' એ સમ્યક્ત્વનાં છ સ્થાનો છે. એટલે કે, ‘આત્મા છે એમ માનવું.' એ સમ્યક્ત્વનું પહેલું સ્થાન. ‘વસ્તુરૂપે આત્મા સદા સ્થાયી એટલે નિત્ય છે એમ માનવું.’ – એ સમ્યક્ત્વનું બીજું સ્થાન. ‘આત્મા શુભાશુભનોપુણ્યપાપનો કર્તા છે એમ માનવું' એ સમ્યક્ત્વનું ત્રીજું સ્થાન. ‘આત્મા પોતપોતાના કરેલા શુભાશુભ કર્મના ફળનો ભોક્તા છે એમ માનવું.' એ સમ્યક્ત્વનું ચોથું સ્થાન. આત્મા અત્યારે બદ્ધ છે પણ એનો મોક્ષ છે એમ માનવું.' એ સમ્યક્ત્વનું પાંચમું સ્થાન અને ‘મોક્ષને પામવા ઇચ્છનારો આત્મા પોતાનો મોક્ષ સાધી શકે એવો ઉપાય આ જગતમાં વિદ્યમાન છે એમ માનવું' એ સમ્યક્ત્વનું છઠ્ઠું સ્થાન છે. આત્મા છે અને તે નિત્ય છે :
આપણે તો સમ્યક્ત્વને પામેલા છીએ અથવા સમ્યક્ત્વ ન હોય, તો સમ્યક્ત્વને પામવાના રસિયા છીએ, એ વાત તો સાચી ને ? એટલે ‘આત્મા છે.’ એ વાતમાં તો આપણને શંકા છે જ નહિ ને ? આપણે પોતે આત્મા છીએ, એમ જ તમે બધા માનો છો ને ? જેમ આપણે પોતે આત્મા તરીકે આ જગતમાં વિદ્યમાન છીએ, તેમ અનંતાનંત આત્માઓ આ જગતમાં વિદ્યમાન છે ને ? જગતમાં વિદ્યમાન અનંતાનંત આત્માઓમાંના આપણે એક આત્મા છીએ, તે તમે જાણો છો ને ? આત્મા એવા આપણે, ક્યારે ય નહોતા, એમ પણ બન્યું નહોતું અને ક્યારે ય નહિ હોઈએ, એમ પણ નહિ બને. આપણે હતા પણ ખરા, છીએ પણ ખરા અને રહેવાના છીએ પણ ખરા. આત્મા તરીકે આપણું અસ્તિત્વ અને પ્રત્યેક આત્માનું અસ્તિત્વ અનાદિકાળથી છે. અનંતાનંત કાળ ગયો, તો ય આત્માનું અસ્તિત્વ મટી ગયું નથી અને અનંતાનંત કાળ જશે, તો પણ આત્માનું અસ્તિત્વ તો બન્યું જ રહેવાનું છે. આ રીતે આત્મા નિત્ય છે, એવું નક્કી થઈ જાય છે.
નિત્ય એવા પણ આત્માના પર્યાયોમાં પરિવર્તન આવ્યા કરે છે, પણ પર્યાયોમાં જે પરિવર્તન આવે છે, એ આત્માનાં જ પર્યાયમાં પરિવર્તન આવે છે, એટલે આત્મા નિત્ય છે, એવું પૂરવાર થઈ જાય છે. પર્યાય રૂપે આત્માને અનિત્ય માનીએ, તેથી વાસ્તવિક રીતે તો આત્માનું નહિ, પણ પર્યાયનું જ અનિત્યત્વ મનાય છે. આત્મા નિત્ય હોવા છતાં પણ, પર્યાય આત્માનો જ હોઈને અને આત્મા
630300050
આત્માની ત્રણ અવસ્થાઓ
Jain Education International
For Private & Personal Use Only
565656 ક
www.jainelibrary.org