________________
બાધક હોય તો તમે બહિરાત્મા છો અને સાધક હોય તો તમે અંતરાત્મા છો. તમે બહિરાત્મા હો છતાં અંતરાત્મા તરીકે તમને ઓળખતા હો, તો તમારો એ ભ્રમ ભાગી જાય અને સાચું અંતરાત્મપણું આવે, એ માટે એકની એક વાત પણ વારંવાર ફેરવીફેરવીને કહેવાય છે. તમે પોતાને અંતરાત્મા અને બીજાને બહિરાત્મા માનતાં પહેલાં વિચાર તો કરો કે - “ખરેખર, હું અંતરાત્મા છું? હું જો અંતરાત્મા હોઉં, તો મને મારા આત્માની ચિંતા છે? મારા આત્માને પરમાત્મ-સ્વરૂપે પ્રાપ્ત થાય એવી જ કરણીઓ મને ગમે છે અને એ સિવાયની સર્વ કરણીઓ મને ખટકે છે ? પોતાને અંતરાત્મા માનનારાઓમાં કેટલાક એવા પણ છે, કે જેમને એમ પૂછીએ કે “તમે અંતરાત્મા શાથી ?' તો કહે કે - “હું મંદિરમાં જાઉં છું, ઉપાશ્રયમાં જાઉં છું, અમુક અમુક ક્રિયાઓ કરું છું માટે !” અને તેમ છતાં એ અંતરાત્મા ન હોય ! એવાને પૂછીએ કે “દેહરે, ઉપાશ્રયે તો જાવ છો અને અમુક અમુક ક્રિયાઓ તો કરો છો, પણ જેને તમે અભુઢિઓ ખામો છો, તેને તમે તેની ગેરહાજરીમાં ઘસાતું બોલી શકો છો કે નહિ? માત્ર ઘસાતું જ નહિ, પણ એમને આખાને આખા ઘસી નાખવા જેવું બોલો છો કે નહિ?' આમાં જો એ મક્કમતાથી ના ન પાડી શકે તો શું માનવું? અંતરાત્મા અભુઢિઓ ખાય ખરો અને પાછળ ઘસાતું બોલેય ખરો, એવો હોય ? કોઈ નવા સાધુનાં દર્શન થાય તો ઔચિત્ય આદિની ખાતર શ્રાવક, ફેટાવંદન આદિ કરે, પણ પછી એ બનતી ખાત્રી કરે કે - આ સાધુ છે ને! અને તેવી ખાત્રી થઈ જાય પછી વિધિપૂર્વકનું વંદન કરે. આવી રીતે વંદન કરનારો એમનું પાછળ જરા પણ ઘસાતું બોલે એ કેમ જ બને ?
એક માણસ દેરાસરમાં પૂજા કે ગુરુને વંદન આદિ કરે છે, એટલા માત્રથી એ અંતરાત્મા જ છે એવું કાંઈ નથી. અંતરાત્મ- દશાને અનુરૂપ એવી પણ ક્રિયાઓને બહિરાત્માઓ તો ન જ આચરે એવો નિયમ નથી. જે હાથે તમે ભગવાનને તિલક કરો છો, તે હાથ ભગવાનની આજ્ઞાથી વિપરીત એવી કોઈ પણ ક્રિયામાં કોલ આપવા તૈયાર ન થાય, એવી તમને ખાત્રી છે ? કદાચ એવી ખાત્રી ન હોય, પણ એવો વિચાર આવે ખરો કે – આ હાથ ભગવાનને અડાડવાને લાયક નથી, છતાં એ લાયકાત આવે એ માટે જ અડાડું છું ? એમ થવું જોઈએ કે આ માથું પ્રેમથી કોને નમે ? પરમાત્માને અને પરમાત્માની આજ્ઞાને ધરનારાઓને ! બીજે નમાવવું પડે તો હૈયે ચીરો પડે. આવી દશા હોય, તો તે અંતરાત્મ-અવસ્થા છે. તમારો દશેરો એવા કાબુમાં છે ? તમને પ્રભુને અને પ્રભુની આજ્ઞાને ધરનારાઓ પાસે જ
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળો - ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org