Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 62
________________ વિવેકશીલ બનો, તો તમને લાગે કે જૈન સાધુઓને તમારા હિતની જેટલી ચિંતા છે, તેટલી તમારા હિતની ચિંતા તમારા સગા બાપને પણ નથી. જૈન સાધુઓ તમારા હિતની જેવી ચિંતા કરનારા હોય છે, તેવી ચિંતા કરનારા જો તમારા બાપ હોય તો એથી અમને આનંદ જ થાય, પણ એ બાપ શુદ્ધ દેવને અને શુદ્ધ ગુરુને જ સમર્પિત હોય. ઘરમાં સારી વાતોનો પ્રકાશ કરો: છોકરાના બાપ છોકરાને સમર્પિત છે કે ભગવાનને સમર્પિત છે? ભગવાનને, ગુરુને કેવા સમર્પિત બનવું જોઈએ, એ જાણો છો ? ભગવાનને કે ગુરુને ખમાસમણું દેવું હોય, તો પણ આજ્ઞા માગવાની વિધિ છે. ખમાસમણ દેવામાં આજ્ઞાનું શું કામ ? એના સેવકથી એની આજ્ઞા વિના કાંઈ ન થાય, એ માટે ! જેને એની આજ્ઞાની દરકાર નથી, તેનું ખમાસમણ એ પણ એક પ્રકારના કાયકષ્ટ જેવું છે. દેવ-ગુરુને સમર્પિત બાપ તો અવસરે દીકરાને કહી દે કે - “બાપ તારો પણ સેવક એનો ! રાતના બાર વાગે તું દૂધ પીએ એથી મને જો આનંદ થાય, તો હું તારો સાચો બાપ નહિ અને એનો સાચો સેવક પણ નહિ.' બચ્યું જ્યારે નાનું હોય છે, ત્યારે એનું ગળું શોષાઈ ન જાય, એ ભૂખે ટળવળે નહિ, એ માટે ધવડાવવું પડે અગર દૂધ પાવું પડે તો ય સમજુ માતાને એમ થાય છે કે – આને પણ આવા ખોટા સંસ્કારો ન પડે તો સારું ! એ માટે એ દિવસે વધારે આપીને અને રાતના થોડું આપીને ટેવ પાડતી જાય છે અને રફતે રફતે બચ્ચાને રાતના આપવાની જરૂર ન રહે એવી સ્થિતિ ઉભી કરી દે છે. તમે તો ૨૫ વર્ષનો છોકરો પણ રાતના દૂધ પીતો હોય, તો ઝટ બચાવ કરો કે “એને તો જોઈએ. એને કામ કેટલું ? એ દૂધ ન પીએ એ ન ચાલે.” ૨૫ વર્ષની ઉંમરનો સાજો-તાજો દીકરો રાતના દૂધ પીએ, એ જે બાપને ખટકે નહિ અને એનો આવો બચાવ કરવાનું સૂઝે, એવા બાપને તો સમજુ દીકરાએ કહી દેવું જોઈએ કે બાપા! બાપા બનો! બાપા બનીને શા સારૂ વેરી થાવ છો?' અહીં સાંભળવા આવેલાઓમાં બાપ પણ છે અને દીકરા પણ છે તેમજ પતિ પણ છે અને પત્ની પણ છે. એમાંથી બાપ કે દીકરો અગર પતિ કે પત્ની જાગી જાય, તો ઘરમાં આવી વાતોનો પ્રકાશ થવા માંડે ! ઘરમાં પ્રકાશ કરશો આજે ? અમુક ક્રિયાઓ કરે એટલા માત્રથી અંતરાત્મા છે એમ ન કહેવાય? તમારું જીવન તમારા પરમાત્મ-સ્વરૂપના પ્રગટીકરણમાં બાધક છે કે સાધક છે? మనుమడింప నయనం వండి వడిసి ముసి ముసి ముసి నవయు ( ૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76