Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ તો આ દશા આવવી એ બહુ કઠિન કામ નથી પણ અતિ સહેલું કામ છે. આપણી વર્તમાન અવસ્થા પરમાત્મ-દશાની બાધક છે કે સાધક અત્યારે આપણે પરમાત્મ-દશાને પામેલા નથી, એ તો નિશ્ચિત વાત છે : પણ આપણે એ દશા પામવી છે કે નહિ ? એ દશા જેમને પામવી નથી, તેમને માટે આ વાત નથી. પરમાત્મ-દશા પામવાની ભાવનાવાળાઓને માટે અગર તો એ ભાવના પ્રગટે એવી યોગ્યતાવાળાઓને માટે જ આ ઉપદેશ છે. આથી આપણે વિચાર કરવો જોઈએ કે આપણી વર્તમાન અવસ્થા આપણી મૂળભૂત સ્વાભાવિક અવસ્થાની સાધક છે કે બાધક ? કોઈ વસ્તુની અપેક્ષા વિના અનંતો કાળ જીવી શકવાનું સામર્થ્ય ધરાવનારા આપણે, અત્યારે તો જડ જેવા બની ગયાં છીએ – એમ લાગે છે ? એ લાગ્યા વિના આપણે સાધક જીવન જીવી રહ્યા છીએ કે બાધક જીવન જીવી રહ્યા છીએ, એનો વાસ્તવિક નિશ્ચય તમે કરી શકશો નહિ. પરમાત્મ-દશાની બાધક અવસ્થા તે બહિરાત્મ-દશા છે અને પરમાત્મ-દશાની સાધક અવસ્થા તે અંતરાત્મ-અવસ્થા છે. આપણે કેવી અવસ્થામાં છીએ ? અનાદિકાળથી આપણે ચેતન છતાં જડ જેવા, જીવ છતાં અજીવ જેવા અને આત્મા છતાં અનાત્મા જેવી બની ગયા છીએ - આ વિચારમાં સ્થિર બન્યા વિના, વર્તમાનની આપણી અવસ્થા સાધક છે કે બાધક છે ? એના વિચારો જેવા જન્મવા જોઈએ, તેવા જન્મી શકશે નહિ. વિચાર કરો કે આપણી વર્તમાન અવસ્થા કેવી ? આપણે બહિરાત્મ હોઈએ તો અંતરાત્મા બનવું જોઈએ અને અંતરાત્મા હોઈએ તો પરમાત્મા બનવાના આપણા પ્રયત્નમાં અપ્રમત્તભાવ આવે એવો પ્રયત્ન કરવો જોઈએ. તમે કેવા છો ? સભા : થોડા બહિરાત્મા અને થોડા અંતરાત્મા. દેહરે ઉપાશ્રયે અંતરાત્મા અને બીજે બધે બહિરાત્મા. તમારો ધર્મ મંદિર અને ઉપાશ્રય પૂરતો જ ને ? ધર્મને માત્ર મંદિર અને ઉપાશ્રયમાં જ રાખી દેનારા અને હૈયાને ધર્મનો સ્પર્શ નહિ થવા દેનારાઓએ તો, ધર્મસ્થાનોની સામે નહિ જોનારાઓના કરતાં પણ, ધર્મનું વધારે સત્યાનાશ કાઢયું છે. એવાઓનો ધર્મની નિંદામાં ઘણો જ મોટો હિસ્સો છે. જ્યાં સુધી બહારની અવસ્થા ખટકે નહિ, જેટલો સમય મંદિરાદિમાં જાય છે તેટલો જ સારો – બાકી ખરાબ એમ લાગે નહિ અને ધર્મક્રિયા સિવાયની જે કોઈ પણ ક્રિયા થાય તે యయ పోటీటీడి టీడీపీని టీటీడీ చేసిన આત્માની ત્રણ અવમો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76