Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 57
________________ જીવનવાળો બને અને શાશ્વત જીવન જીવવા માટે તેને કોઈ પણ ચીજની અપેક્ષા ન હોય ! એવું જીવન મેળવવાની જેનામાં ઇચ્છા જ ન હોય, તે આસ્તિક હોય તો પણ તે નામનો આસ્તિક છે, પણ વાસ્તવિક કોટિનો આસ્તિક નથી. તમને એવું જીવન મેળવવાની ઇચ્છા થાય છે કે નહિ ? એ માટેનો પ્રયત્ન ઓછો થતો હોય, તો એટલા માત્રથી મુંઝાવા જેવું નથી. એક વાર એ દિશા નક્કી થઈ જવી જોઈએ. પછી તમે કહી શકો છો કે ‘જેવા થવા માટેની તમારી દોડ છે, તેવા થવા માટેની અમારી ચાલ છે.’ બધા જ દોડી શકે એવો નિયમ નથી. કોઈ દોડી શકે અને કોઈ ચાલી શકે : કોઈ વધારે પાંગળો હોય તો ક્યારે ચલાય અને ક્યારે પહોંચાય એવી ભાવનામાં પણ રહે : પરંતુ પહોંચવાના સ્થળનો અને માર્ગનો નિર્ણય વિરુદ્ધભાવ વિનાનો બની જવો જોઈએ. પછી સૌ કોઈ કહે કે ‘મારે ૫૨માત્મ-સ્વરૂપ પામવું છે.' એવા આત્માઓને આ બધી વસ્તુઓની જરૂ૨ ખૂંચ્યા વિના રહેતી નથી. ત્યારે તમે વિચારો કે ‘આપણે આસ્તિક છીએ કે નહિ ?' તાત્ત્વિક વર્ણનો થતાં હોય, તે વેળાએ ‘હું આસ્તિક છું’ એવી ‘હા’ પાડવી એ જેટલું સહેલું છે, તેટલું એ ‘હા’ને પૂરવાર કરવી એ કઠિન છે : પણ એ ‘હા’ જો સાચી પૂરવાર થઈ જાય, તો માનવું કે હવે આપણે જે મેળવવા માગીએ છીએ, તે મળવામાં લાંબો કાળ જવાનો નથી. બજારમાં ઘણા અને ધર્મસ્થાનોમાં થોડા-એનું કારણ શું ? આસ્તિક ગણાતી અને પોતાને આસ્તિક માનતી-મનાવતી દુનિયાને પણ ધર્મસ્થાનોનું આકર્ષણ કેટલું અને બજારનું આકર્ષણ કેટલું ? બજારમાં જનારા કમાઈને જ આવે છે, એમ તમે કહી શકશો ? આજનાં કેટલાંક બજારો તો એવાં છે કે ત્યાં ગયેલાઓમાંથી લગભગ ૮૦ ટકા તો રડીને આવે છે, છતાં બજારમાં ગીરદી કેટલી ? બજારમાં જવાનો રસ કેટલો ? જાહેર વાહનોથી કામ ન સર્યું, તો વાહનોને ઘરમાં ઘાલ્યાં. શું કરવા ? બજારોમાં અને બજા૨ને લગતાં કામોમાં દોડધામ થઈ શકે, એ માટે ! જે બજારોમાંથી ૮૦ ટકા લગભગ રોઈને આવે, દશ ટકા લગભગ રૂએ નહિ તો ય મુંઝવણમાં રહ્યા કરે અને માત્ર દશ ટકા લગભગ કમાઈને આવે, આવું પ્રત્યક્ષપણે જોવા છતાં તમે એની ચિંતાથી ટેવાઈ ગયા છો, રસ એવો છે તમને ચિંતા એ ચિંતા લાગતી નથી, બાકી ત્યાં જનારાઓ પોતાની જાતને ઓછા જોખમમાં મૂકતા નથી. અહીં એવું કાંઈ જોખમ છે ? દુઃખ ત્યાં કે અહીં ? ત્યાં ! છતાં ત્યાં કેટલા અને અહીં કેટલા ? ઓછા. બજારમાં જનારાઓ 半半 ૪૮ Jain Education International SBI પૂ.આ. ામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76