Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 55
________________ ખરા ? એના મરણને તમે રોવા લાયક માનો કે ઉત્તમ પ્રકારનું માનો ? ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજાને એ જ વાતનું દુઃખ હતું કે ‘મારો અને જગતનો તારક ગયો. મને ભગવન્ તરીકે સંબોધનારા તો ઘણા છે, પણ હું કોને ભગવન્ કહીશ અને હવે મને કોણ ગૌતમ કહીને બોલાવશે ?’ એમને એ ગમતું હતું અને તમને ? તમને સ્વામી કહેવડાવવું ગમે કે સેવક ? આત્માને માનનારની દશા કેવી હોય, તો કે આવી ! ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની આવી દશાનો અભ્યાસ ક૨વા જેવો છે. આત્માને જે યથાર્થ રૂપે માનતો હોય, તેને કોઈ વ્યાજબી ઉપાલંભ દે તો એ બહુ ગમે, તેને કોઈ તેના દોષ સમજાવી સંભળાવનાર મળી જાય તો એને મહા ઉપકારી માને, કોઈ એનામાં ન હોય તેવા તે ગુણ કહે તો પણ એને ટટ્ટાર બનવાનું નહિ પણ નીચું જોવાનું મન થાય. આપણી દશા કેવી છે ? આપણને આપણામાં ન હોય તેવા પણ ગુણો આપણામાં છે એમ કોઈ કહે એ ગમે કે આપણા દોષો આપણા ધ્યાન ઉપર લાવે તે ગમે ? ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજીને થએલા આઘાતનું રહસ્ય સમજો. જડ રહેવું છે કે જીવ બનવું છે ? આપણને મંદિરમાં પ્રભુમૂર્તિની સન્મુખ પણ આત્માનું મૂળભૂત સ્વરૂપ પ્રગટાવવાનો વિચાર આવે છે ? આત્માને યથાસ્થિત સ્વરૂપે માનનારને પરમાત્મસ્વરૂપ પામવાની ઇચ્છા ન થાય એ બને ? જો ના, તો એ વિચારો કે હું ક્યારે પ૨માત્મદશાને પ્રાપ્ત કરું, એવો વિચાર આપણને આવે છે ખરો ? પરમાત્મ-દશા, એ જ આત્માની વાસ્તવિક અને સ્વાભાવિક અવસ્થા છે. જીવની વ્યાખ્યા કરતાં એમ પણ કહેવાય છે કે - પોતાના ગુણોના આધારે જે જીવે તે જીવ. નિશ્ચય નય તો કહે છે કે જીવ શબ્દનો વાસ્તવિક પ્રયોગ સિદ્ધાવસ્થામાં જ સંભવે, કારણ કે કેવળ પોતાના ગુણોના આધારે આત્મા જીવતો હોય, તો તે એ જ એક અવસ્થામાં જીવે છે. એ રીતે નિશ્ચય નય તો તમને ને અમને-સર્વ સંસારી જીવોને જડ કહે છે. એ કહે છે કે અનંતજ્ઞાનાદિમય આત્માની જે પરિપૂર્ણ વિશુદ્ધાવસ્થા છે, તે વિશુદ્ધાવસ્થા જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી જીવ પણ જડ છે : કારણ કે જ્યાં સુધી એ દશા ન પ્રગટે ત્યાં સુધી જીવ પણ જડના આધાર વિના જીવી શકતો નથી. આપણે જડ રહેવું છે કે જીવ બનવું છે ? આખી સભામાંથી એ અવાજ નીકળવો cemes પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76