Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 43
________________ પૂછવાનું શું હોય ? મારું ગમે તે થાય, પણ હું તો પેઢીને ઓલવવા જ દોડું !” શેઠે તરત જ કહી દીધું - “મારે તારા જેવા નોકરનો ખપ નથી.' પેલો કહે છે કે “આવો સરસ જવાબ મેં આપ્યો, છતાં આપ આમ કેમ કહો છો ?” શેઠ કહે છે કે “તું ખોટું બોલ્યો માટે ! એવા વખતે તું પહેલો પેઢીને ઓલવવા દોડે, એ બને જ નહિ. માંદા માણસની પાસે માંખ ઉડાડવા બેઠેલો આદમી પણ, પોતાના મોંઢા ઉપર માંખ આવીને બેસે તો પહેલાં પોતાના મોંઢા ઉપરની માંખ ઉડાડે છે અને પછી માંદા ઉપર બેઠેલી માંખોને ઉડાડે છે. કેમ ? દુનિયાનો એ સ્વભાવ છે માટે ! માંદાના શરીર ઉપર સો માંખો બેઠી હોય અને પોતાના શરીર ઉપર એક માખ બેઠી હોય, છતાં માણસ પોતાના શરીરની માંખને પહેલી ઉડાડે છે અને પછી માંદાના શરીર ઉપરની માંખોને ઉડાડે છે. એવા વખતે પૂછો તો કદાચ બચાવ પણ કરે કે “અહીં (મારા શરીર ઉપર) બેઠેલી માંખને પહેલી ઉડાડું, તો આના માંદાના) શરીર ઉપર બેઠેલી માંખોને ઝટ ઉડાડી શકું, માટે મારા શરીર ઉપરની માંખને પહેલી ઉડાડી !” એ જ રીતે આપણે વિચાર કરવો જોઈએ કે આપણને આ શરીરની જેટલી ચિંતા છે, તેટલી આત્માની ચિંતા છે ? કોને ખબર નથી કે આ શરીર નાશવંત છે ? આ શરીરમાં હું ક્યાંથી આવ્યો છું અને અહીંથી મારે ક્યાંક જવાનું છે, એમ તમે નથી જાણતા ? આ શરીરમાં જે આવ્યો છે તે અને આ શરીરને છોડીને જે જનારો છે તે હું છું, પણ આ શરીર તે હું નથી. એ વાતમાં તમને શંકા છે ? ત્યારે જે આવ્યો છે અને જે જનારો છે તે હું છું એમ જાણવા છતાં પણ, ચિંતા કેવળ શરીરની; આત્માની ચિંતા જ નહિ, તો એનું કારણ શું ? સભા કર્મનાં દળીયાં ભેગાં છે ને ? બરાબર, એ વાત અવસરે કરીશું, પણ આ શરીર તે તમે નહિ, એ તો ચોક્કસ ને ? છતાં ચોવીસે કલાક ચિંતા શરીરની અને એને લગતાં સાધનોની જ ને ? ચોવીસ કલાકમાં આત્માની ચિંતા ક્યારે ? અમે તમારી ઉન્નતિમાં જ રાજી : ક્યારે ય પણ તમને આત્માની થવી જોઈએ તેવી ચિંતા ન થાય, છતાં મારે માની લેવું કે તમે સાચા આસ્તિક જ છો ? જેને તમારા ઉપર ભાવદયાપૂર્ણ પ્રેમ ન હોય, જેને તમારા સત્યાનાશની ચિંતા ન હોય, જેને કોઈ પણ રીતે તમારી પાસેથી વાહ-વાહ જ મેળવવી હોય, તે તમારે મોંઢે ભલે તમને ગમે તેમ કહે, પણ 8888885 ઇંડજંડફ ફડ ઉ555 પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76