Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 52
________________ ગૌતમસ્વામીજી મહારાજાને તો એ સાંભળતાં પણ આનંદ જ થતો. એમનું મન પ્રફુલ્લ બનતું. એમને એમ થતું કે ‘આ તારક ન હોય તો મારી આટલી ખબર કોણ લે ?' શું એવી દલીલ ન કરી શકત કે ‘આ તો ચાલતા બળદને પોણો મારવા જેવું છે : હું આટલો બધો અપ્રમત રહેવાનો પ્રયત્ન કરું છું, છતાં આપ મને - ‘એક સમય પણ પ્રમાદ ન કરીશ' એવું વારંવાર કહ્યા કરો તે કેમ ચાલે ? એ તો હું સારો છું તે રહું છું, બાકી બીજો તો ભાગી જ જાય ?” પણ આવી દલીલ એવા પરમપુરુષો કરે જ નહિ. છદ્મસ્થને પ્રમાદનો સંભવ છે અને એ ન આવે એ માટે જ્ઞાની ચેતવે, એથી અંતરાત્મ-સ્વરૂપી બનેલા અને પરમાત્મ-સ્વરૂપી બનવાના ધ્યેયવાળા આત્માઓને આનંદ જ થાય. એ તો એમ જ ઇચ્છે કે આવી ચેતવણી આપના૨ા પરમોપકારીઓનો મને સદાનો યોગ હજો ! શ્રી ગૌતમસ્વામીજીના આઘાતનું રહસ્ય : ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા, એ વાતની જાણ થતાં, ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજાને જેવો તેવો આઘાત નથી થયો; પણ એ આઘાતમાંય એ બોલ્યા શું ? ‘હવે હું ભગવાન કોને કહીશ અને મને હવે ગૌતમ કોણ કહેશે ?’ એમનો આઘાત એ જાતિનો હતો, ભગવાન મોક્ષમાં ગયા એનું એમને દુ:ખ નહિ હતું, પણ એમને તો એ જ એક વાતનું દુ:ખ હતું કે - ‘હવે મિથ્યાત્વરૂપ અંધકાર પ્રસરશે અને કુતીર્થિકો ગર્જવા માંડશે : ભગવાન વિનાનું આ ભરતક્ષેત્ર, દીવા વિનાના ભવન જેવું થઈ ગયું ! હવે હું કોના ચરણોમાં પ્રણામ કરતો થકો વારંવા૨ પ્રશ્ન પૂછીશ ? અથવા તો હું ભગવાન કોને કહીશ અને મને ગૌતમ કોણ કહેશે ?' ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજીને જે દુઃખ થયું છે, તે આ જાતિનું થયું છે. આ દુઃખ ભગવાન નિર્વાણ પામ્યા એનું નથી, પણ પોતાની અને જગતની ઉપર ઉપકાર કરનારું જે એક અનુપમ સાધન વિદ્યમાન હતું, તે સાધનનો અભાવ થઈ ગયો એનું જ છે. આ વિષયમાં દૂરાંક દેવનો એક પ્રસંગ સમજવા જેવો છે. એક વાર એવું બન્યું કે – ઈન્દ્રે પોતાની સભામાં શ્રી શ્રેણિકના આર્હતપણાની પ્રશંસા કરતાં કહ્યું કે ‘અત્યારે જેટલા આર્હતો છે, તે સર્વે શ્રેણિકની હેઠ છે. શ્રેણિક એ સર્વશ્રેષ્ઠ આર્હત છે.’ ઇન્દ્રની આ વાતમાં દર્દૂરાંક નામના એક દેવને અવિશ્વાસ ઉપજ્યો અને એથી డుడుడపడడడుడుడు డుడు డుడు డుడు డుడుడుడు આત્માની ત્રણ અવસ્થાઓ ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76