Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ દુનિઆમાં તમે જે જે વસ્તુઓમાં ઉન્નતિ કલ્પી છે, તેમાં તેમાં તમને હંમેશાં એમ થયા કરે છે કે “મારે આગળ વધવું છે. ત્યાં કોઈ મોટો શ્રીમંત હોય તો તે ખટકે છે : છેવટ એમ પણ થાય છે કે હું એવો નહિ : જ્યારે એનાથી પણ વધારે મોટો બનું! એ જ રીતે, પોતાની પાસે જેટલું હોય તેટલું પણ જેની પાસે ન હોય તે કેવો લાગે છે ? નીચો, દરિદ્રી તમે તમારાથી મોટાની અપેક્ષાએ પોતાને પણ દરિદ્રી માનો છો ને ? હું આની પાસે કાંઈ નથી' એમ તમને થાય છે ને ? એવી રીતે, તમને આત્મા યાદ આવે છે ? પરમાત્માનાં દર્શન કરવા જાવ, તો એ તારકની મૂર્તિને જોતાં જોતાં પણ એમ થાય છે ખરું કે એ મહા નિર્મળ અને હું મહા મલિન ? એ વખતે પણ કર્મમલથી રહિત એવા સાચા નિર્મળ બનવાની ભાવના આવે છે ? અરિસામાં મોટું જોતા હો અને ડાઘો દેખાય તો ? ત્યાં તો ડાઘો દેખાય એની સાથે જ સાફ કરવાની દોડધામ. જ્યાં હોય ત્યાંથી પાણી લઈને ડાઘ સાફ કરે ત્યારે ઉપે. અહીં એવું થાય છે ? પરમાત્માનું સ્વરૂપ, એ પણ એક અરિસો છે. એ સ્વરૂપની નિર્મળતા વિચારીએ, એટલે આપણા સ્વરૂપની મલિનતા ખ્યાલમાં આવ્યા વિના રહે નહિ. એવો આત્મા પ્રભુને નવડાવતાં નવડાવતાં પોતાના આત્માને જ નવડાવે. દેરાસરમાં કેટલાને પોતાના દોષો યાદ આવ્યા અને ગુણપ્રાપ્તિનો વિચાર આવ્યો ? પરમાત્માની મૂર્તિ સામે પણ તમારી ભાવના કઈ ? ત્યાં પણ ઊઠાં ભણાવવા જેવો ધંધો ન જ કરો, એમ બને ? ત્યાં શરીર આદિની ચિંતા ન આવે, દુન્યવી સુખોની કામના ન આવે, કેવળ એમ જ થાય કે તારી સેવા દ્વારા મારે મારા આત્માને પણ તારા જેવો જ નિર્મળ બનાવવો છે, આવા કેટલા ? ચેતવણીથી આનંદઃ જ્યાં સુધી આત્માની અવસ્થાઓનો વિચાર કરનારા ન બનો, આત્માની વર્તમાન કાળની મલિનતાને પિછાણનાર ન બનો અને આત્માને પરમાત્મઅવસ્થાએ પહોંચાડવાના ધ્યેયમાં નિશ્ચિત ન બનો, ત્યાં સુધી યોગ્ય પણ ઉપાલંભ જેવી રીતે સંભળાવો જોઈએ, તેવી રીતે સાંભળવાની લાયકાત આવે ખરી ? ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામિજી જેવાને પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વારંવાર શું કહેતા હતા ? “સમયે યમ ! પમાયણ ” શું એ એટલા બધા પ્રમાદી હતા અગર ભૂલકણા હતા, કે જેથી ભગવાનને એવું વારંવાર કહેવું પડે ? એમને કંટાળો ન આવે ? પણ નહિ, ગણધરભગવાન શ્રી ఆడియం తడితడి తడి తడితడి పడిన પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૩૩ ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76