________________
વ્યાખ્યાન સાંભળતાં દુર્ગાન ?
પણ તમે અહીં આવો અને કશું જ તમારા ઉપર ન આવે તો કરવાનું શું? તમે જો અહીં સાંભળવાને આવો છો તે પારકાને માટે જ આવતા હો, સારું બોલતાં શીખાય એ માટે જ આવતા હો, સારા કહેવાઈએ એવી બુદ્ધિથી આવતા હો અગર તો આ બધું સાંભળ્યું-જાણ્યું હોય તો દુનિયામાં સમજુ અને શાણા તરીકેની નામના પામી શકાય – એ વૃત્તિથી આવતા હો, તો તો કહેવું પડે કે તમે આવ્યા છો તે કમાવાને માટે નહિ પણ દેવાળું કાઢવાને માટે આવ્યા છો ! તમારે તો દરેક વસ્તુ મારે માટે જ કહેવાય છે' - એમ માનીને વિચાર કરવો જોઈએ કે “આમાંનું મને શું શું લાગુ પડે છે? અહીં જે જે દોષો કહેવાય છે, તે દોષો મારામાં છે કે નહિ ? અને છે તો એને કાઢવા માટે મારે શું શું કરવું જોઈએ?' આવી વૃત્તિ હોય અને જો આખા વ્યાખ્યાનમાં કોઈ વાત આપણા દોષને સ્પષ્ટ કરનારી ન આવે, તો એમ થાય કે – “મહારાજની દૃષ્ટિમાંથી આજે હું નીકળી ગયો, એ મારી કમનશિબી છે!” આ વૃત્તિ ન હોય અને ઉલ્ટી વૃત્તિ હોય, તો સર્વ સાધારણ રીતે કહેવાતી વાત માટે પણ એમ થાય કે “આ મારી જ નિંદા ચાલી રહી છે. મહારાજને હું જ ખૂંચું છું.” આવા આદમીને શ્રી ભગવતીજીનાં કે શ્રી આચારાંગાદિનાં વાક્યો પણ ઝેર જેવાં લાગે, કારણ કે અહીં એમાંનું જ કહેવાતું હોય, પણ એ માને કે “આ બધી મારી નિંદા જ ચાલે છે. એને એમ પણ થઈ જાય કે - “આજે તો આવી ફસ્યો તે આવી ફસ્યો, પણ હવે કદિ આવું નહિ.' આવી રીતે ભયંકર દુર્ગાનમાં ચડ્યો હોય અને એ વખતે એના આયુષ્યનો બંધ પડી જાય તો શું થાય? એ ઘણું ખરાબ જ આયુષ્ય બાંધે ને ? એવાઓ બનતાં સુધી સારા સાધુઓનાં વ્યાખ્યાનોમાં જતા નથી, કારણ કે એમનામાં પોતાના ભયંકર પણ દોષની વાતને હિતશિક્ષારૂપે સાંભળવાની લાયકાત પણ હોતી નથી. વિચાર કરવો જોઈએ કે વ્યાખ્યાનમાં દોષરૂપે કચરાને સાફ કરવાની અને ગુણરૂપ સ્વચ્છતાને પ્રગટાવવાની વાત ન હોય, તો હોય શું ? દોષને કાઢવાની અને ગુણને પ્રગટાવવાની વાત સાંભળતાં તો આનંદ થવો જોઈએ. એને બદલે આવા સ્થળમાં પણ દુર્ભાન આવે તો એ ઓછા દુઃખની વાત નથી. શરીરનું વજન વધે એમાં આનંદ?
આત્માને જેવા સ્વરૂપે માનવો જોઈએ તેવા સ્વરૂપે બરાબર માનવામાં આવે, તો આવી દુર્દશા ન થાય. આપણને એમ થવું જોઈએ કે હું એટલે ત્રિકાલાબાધિત. હું డివడివడి వడి వడివడిన డిజిటీజీటీ పడిన డిజిడి
પૂ.આ. રામચંદ્રસૂPિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩
YO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org