________________
ચિંતા કરો ? તમે તમારી દશાનો બરાબર વિચાર કરી શકશો, તો તમને લાગશે કે ‘એની ટીકા કરવાનો મને શો હક્ક છે ? એ તો આત્માને નથી માનતો એટલે ગમે તેમ કરે, પણ આત્માને માનનારો હું આવી રીતે કેમ જ વર્તી શકું ?' જેના ઘરમાં કંથા ફાટેલી હોય, હાંલ્લું પણ ફુટેલું હોય ને જે સવારે ઉઠે ત્યારે પેટમાં નાખવાની ચિંતા કરતો જ ઉઠતો હોય, એવો આદમી કદાચ ઘરનું બારણું બંધ કરતાં ભૂલે તો તે બેવકૂફ ઠરે કે તમે ઘરનું બારણું બંધ કરવાનું ભૂલો તો બેવકૂફ ઠરો ?
સભા : અમે.
કારણ ? કારણ એ જ ને કે જેના ઘ૨માં માત્ર ફાટેલી કંથા આદિ જ છે, તેના ઘરનું બારણું કદાચ ઉઘાડું પણ રહી જાય તો ય ચોરાવા જેવું શું છે ? આસ્તિક જો કે વ્યવહાર ખાતર, દુનિયામાં ગાંડો ન ગણાય એ ખાતર, પુણ્ય-પાપની થેકડી કરવાનું કોઈને નિમિત્ત ન મળે, એ ખાતર અને પોતે જે સ્થિતિમાં બેઠો છે તે સ્થિતિમાં એમ કર્યા વિના ચાલતું નથી એ વગેરે ખાતર બારણું બંધ કરે, પણ એને એ વિચારે ય આવે તો ખરો જ કે - પુણ્ય વિના લાખ તાળે પણ આમાંનું કાંઈ મારી પાસે જળવાઈ ૨હે એ બનવાનું નથી !' પાછા મહારાજે બારણું વાસવાનું કહ્યું એમ ન કહેશો. બારણું વાસવું પડે અને વાસો તોય પુણ્ય-પાપને ન ભૂલો, એ જ સૂચન છે. હવે જેમ તમે ઘરનું બારણું વાસવું ભૂલી જાવ તો બેવકૂફ ઠરો છો અને સાવ દરિદ્રી આદમી જાણી-જોઈને બારણું ન વાસે તો ય બેવકૂફ ઠરતો નથી, તેમ નાસ્તિક આત્માને માનતો નથી એટલે એ આત્માની ચિંતા ન કરે અને માત્ર પુગલની ચિંતા કરે તો એમાં અજુગતું કાંઈ નથી, પણ તમે તો આત્માને માનો છો ને ?
સભા : હાજી.
તો હવે ઘેર જશો એટલે ઘર કેદખાના જેવું લાગશે ? ભોગસુખો ઝેરથી પણ વધારે ભયંકર છે એમ લાગશે ? તમને તમારા શરીરની ચિંતા વધે અને આત્માની ચિંતા ભૂલાય એવી કારવાઈ કરનારા નિકટના સંબધીઓ હોય તો પણ તે દુશ્મન જેવા લાગશે ને ?
સભા : નાજી.
ત્યારે તમારી આત્મા વિષેની માન્યતા કેવી ? આવું પૂછીએ એટલે કોઈ હવે બોલશે નહિ; કારણ કે એમ થશે કે બોલ્યા એટલે બધું અમારા ઉ૫૨ આવશે.
eve આત્માની ત્રણ અવસ્થાઓ
Jain Education International
For Private & Personal Use Only
૩૯
www.jainelibrary.org