________________
આવે નહિ અને તે છતાં મારે એમ માનવું કે તમે આસ્તિકશિરોમણિ છો, એમ?” શરીરને ખોરાક આદિ આપ્યા વિના આત્માનું હિત સાધવાની પ્રવૃત્તિમાં હું ટકી શકું તેમ નથી' એમ માનીને જે ખાવા બેઠો હોય, તેને જેમ જેમ વધારે ને વધારે વાનગીઓ મળતી જાય, તેમ તેમ તેનો આનંદ વધતો જાય એ બને ? તમને ખાવામાં વધારે વાનગીઓ મેળવવાની ઇચ્છા ખરી કે નહિ? ખાવાની વાનગીઓ જેમ જેમ વધે, તેમ તેમ ખાવાનો રસ વધે, હૈયામાં આનંદ વધે, એમ બને કે નહિ ?
સભાઃ વધારે વાનગીઓ મળે એમાં તો આનંદ થાય જ ને?
જેને ખાવાની વાનગીઓ વધારે મળે એમાં આનંદ જ આવે, કોઈ દિ' એ આનંદ માટે પશ્ચાતાપ થાય નહિ, એ વસ્તુતઃ આસ્તિક નથી પણ નાસ્તિક જ છે. જેમ જેમ અધિક વાનગીઓ, તેમ તેમ શરીરનું પોષણ વધારે - એ માન્યતા પણ ખોટી છે. અધિક વાનગીઓમાં અધિક રસ આવે અને એથી એ પ્રમાણથી અધિક ખવાય, એટલે શરીર પુષ્ટ તો ન બને પણ બીમાર બને. એવું ખાવાનું મળી જાય અને ખાનાર સાવચેત ન રહે, તો ત્યાં ને ત્યાં ઝાડા ને ઉલટી થાય એમ પણ બને. આમ છતાં પણ, અધિક વાનગીઓ ખાવામાં અધિક આનંદ આવે, એ કઇ દશા ? આત્માની ચિંતા કરો :
ખાવામાં સુખ જ છે, એ વાત નાસ્તિકોએ ઉપજાવી કાઢેલી છે. આસ્તિકને ખાવું પડે અને ખાય, પણ એને થાય કે “આ કર્મવશતાને લીધે છે. હું કર્મવશ ન હોઉં તો મારે ખાવું ન પડે. ખાવું પડે છે અને ખાઉં તો તે એટલા માટે કે – ન ખાવું પડે એવી અવસ્થા પેદા કરવાનો પ્રયત્ન સારી રીતે કરી શકું.' આસ્તિકને ખાવા માટે અમુક અમુક ચીજો વિના ન ફાવતું હોય, તોય એને એમ તો થાય જ કે - “આ બધા પુદ્ગલના ખેલ છે.” જેઓ પોતાને આસ્તિક માનતા હોય, તેમણે તો ખૂબ ખૂબ સમજવા જેવું છે. નાસ્તિક ખાવા-પીવા આદિમાં જ આનંદ માને, ખાવા-પીવા આદિની વાનગીઓ જેમ જેમ વધારે મળે તેમ તેમ એ વધારે પ્રફુલ્લ બને એ શક્ય છે : કારણ કે એ અનંતજ્ઞાનાદિમય સ્વરૂપવાળા આત્માને અને એ આત્માનું મૂળભૂત સ્વરૂપ કર્મથી આવરાએલું છે એ વગેરે સાચી પણ વાતોને માનતો નથી. આવો માણસ સારું સારું ખાવા-પીવા આદિમાં જ આનંદ માનતો હોય, તો એ એને માટે સ્વાભાવિક છે; પણ જે પોતાને આસ્તિક માનતો હોય, એની મનોદશા એવી કેમ જ હોય ? તમે એવા નાસ્તિકોની ટીકા કરવાનું છોડો અને તમારા આત્માની ఉదయం తంజయదధీభవిడి వడి వడివడిన డిసిటీ ૩૮
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org