Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 45
________________ આત્માના કલ્યાણની વાત સાંભળવી ન ગમે, એ આસ્તિકતાનું લક્ષણ છે કે નાસ્તિકતાનું ? આપણે નાસ્તિક હોઈએ તે છતાં પણ આપણે જો આપણને આસ્તિક માની લઈએ, તો નાસ્તિકતા જાય ક્યારે ? તમને નાસ્તિક કહેવાથી અમારી નામના વધતી હશે, એમ ? કોઈ પૂછે કે – “નાસ્તિકોના ટોળામાં તમે બેસો ખરા ?' અમે કહીએ કે – “હા, નાસ્તિકોને આસ્તિક બનાવવા માટે બેસીએ પણ ખરા !” એ કહેશે - “આવાઓ સાથે બેસવામાં તમારી આબરૂ શી ?' અમારે કહેવું પડે ને કે “આ લોકોની અપેક્ષાએ અમારી આબરૂ જોઈશ તો માર ખાઈશ ?' બજારમાં તમને કોઈ અમારી અપેક્ષાએ જૂએ તો ? એને એમ જ થાય ને કે “અહીં બેસનારો ને આવો ?' તમારી નાસ્તિકતા અમને જેટલી ખટકે છે, તેટલી તમારા સગા બાપને પણ નહિ ખટકતી હોય. સાચા ઉપકારી આત્માઓને જગતના સર્વ જીવોની નાસ્તિકતા ખટકે અને એમ થાય કે “આ સર્વ ક્યારે આસ્તિક બને અને કલ્યાણ સાધે” સાચી ઉપકારવૃત્તિને પામેલા આત્માઓમાં એવી ઉમદા ભાવના પ્રગટે છે, એમના અંતરમાંથી એવો ભાવદયાનો ધોધ વહે છે, કે જેટલી ઉમદાભાવના અને દયા તમારે માટે તમારા વહાલામાં વહાલા, અતિ નિકટના સંબધીમાં પણ ન પ્રગટી હોય. તમારી માએ, તમારા બાપે, તમારી ઘરવાળીએ, તમારા છોકરાએ, તમારા કુટુંબપરિવારે કે તમારા આડતીયા આદિએ કોઈ વાર પણ આવી વાતો તમને કહી છે ? આ (સાધુ) વેષમાં રહેલાઓ આવી વાતો તમને જરૂર કરી શકે, પણ તેય જો તમારી આંખોથી અંજાઈ જાય તો ભલે આપણને “હું શરીર નથી પણ આત્મા છે” એમ કહેનારા જોઈએ ને ? જે બાપ-દીકરા આવી વાતો કરતા હોય, તે મહા પુણ્યવાન છે. અહીં આ બધું બધાને જ વિચારવાનું છે, જેને લાગુ પડતું હોય તેણે ચેતવાનું છે, પણ બધા જ એવા છે એમ માની લેવાનું નથી. પોતે પોતાની દશાનો વિચાર કરવો. શરીર પોષાય છે પણ આત્મા હણાય છે ? આત્માની ચિંતા છે નહિ, એનો નિર્ણય કોણ કરશે ? તમારે કરવો પડશે. તમારે વિચારવું કે “શરીર તે હું નહિ, પણ હું તો આત્મા એમ હું કહું છું તો ખરો, પણ આત્માની ચિંતા ક્યારે કરું છું? અને શરીરને પુષ્ટ બનાવવા માટે શું કરતો નથી ?” શરીર પુષ્ટ બને એ માટે શું જોઈએ એનો વિચાર કરો છો કે భీభవనజీవతంతడితడి జీడి టిడి ૩૬ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76