Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 44
________________ મને તો એમ થાય છે કે – આ બધાનું અમારા નિમિત્તે પણ સધાય તો કલ્યાણ જ સાધવું. અમે તો તમારી સાચી ઉન્નતિમાં જ રાજી, એટલે અમારાથી એવી વાત તો કેમ જ થાય કે જે વાત સાંભળવી અત્યારે તો કદાચ તમને ગમે, પણ પરિણામે તમારું સત્યાનાશ કાઢે ? આથી જ પૂછું છું કે તમે કહો છો કે અમે આત્માને માનીએ છીએ, તો એ કહો કે “તમને આત્મા યાદ ક્યારે આવે છે ? આત્માની ઉન્નતિ કોને કહેવાય, એનો તમે વિચાર કર્યો છે કે નહિ અને આત્માની ઉન્નતિ થાય એ હેતુથી એ હેતુનો સાધક શક્ય પ્રયાસ પણ કર્યો છે કે નહિ ?' કુટુંબીઓ કેવા છે ? આવી વાત કદિ પણ તમે તમારા કુટુંબીઓની સાથે કરી છે? આવી વાત તમે જો તમારા કુટુંબીઓની સાથે કરતા હો, તો કુટુંબીઓ કેવા હોય ? બાપે દીકરાને કે દીકરાએ બાપને આવી વાત કરી છે ખરી ? વ્યાખ્યાન કરું ને તમારા દોષને અડું નહિ, તો તમને ફાયદો શી રીતે થાય ? દોષ કાઢવા છે અને ગુણ પ્રગટાવવા છે, એટલે દોષનો ખ્યાલ તો આપવો જ રહ્યો. બાપને એમ થાય છે કે “દીકરો ન હોય તો નામ કોણ રાખે ? આ વારસો કોણ ભોગવે ?' પણ એમ થાય છે કે “મારો દીકરો દુર્ગતિએ ન જ જવો જોઈએ ?' દીકરાને પણ બાપ પાસેથી શી આશા રહે છે ? એને એમ થાય છે કે “બાપાજી પોતાના આત્માનું અને અમારા આત્માનું કલ્યાણ સાધે તો સારું ?” પણ નહિ; જ્યાં બેઉ ઉઠાઉગીર જેવા બને, ત્યાં એ વિચાર આવે શાનો ? આત્માનું ભાન ન હોય, તો દીકરો જરા સારો એટલે પેઢી ચલાવવામાં હુંશીયાર હોય, તો ડાહ્યો પણ બાપ પાગલ બને ! બાપ કહે કે “આ (પેઢી વગેરેનું) બરાબર ધ્યાન રાખો, નહિં તો સુખી નહિ થાવ' પણ એમ ન કહે કે “આત્માને ભૂલ્યા તો સુખી નહિ થાવ !' આ શું કહેવાય ? દીકરાને દુન્યવી વસ્તુઓના મોહમાં ગુલતાન બનાવનાર બાપને હું શું કહું ? અવસરે હું તો કહું, કે – “આ ઝેર એને ન પા ! તારો ને એનો આ સંબંધ થોડા કાળનો છે. આ થોડા કાળના સંબંધમાં એની અનંતકાળની હોળી સળગે એમાં નિમિત્ત તું કાં થાય છે?” કેટલાકોને હું કડવો લાગું છું, તેનું આ કારણ છે. અવસરે હિતકારી વાત કહ્યા વિના ચાલે નહિ અને એનામાં એ સાંભળીને હિતાહિતનો વિચાર કરવાજોગી લાયકાત ન હોય, તો પ્રભુશાસનને અનુસરતો ઉપદેશ પણ કડવો લાગે તે સ્વાભાવિક છે. ఉండి ఊయయయ యయయ యయయ యయయ અભાની ત્રણ અવસ્થાઓ ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76