Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 50
________________ ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છું અને ભવિષ્યમાં પણ હોઈશ. આ શરી૨ સળગી જશે તો ય હું તો ૨હેવાનો જ. આ શરીર મારું નથી, નાશવંત છે, એટલે આ શરીરનો અને મારો વિયોગ નિશ્ચિત છે, પણ આ શરીર છૂટશે તો ય હું તો રહેવાનો જ છું !’ આવું લાગી જાય તો આજે જેમ આ શરીરની ચિંતા થાય છે, તેમ આત્માની ચિંતા થાય કે નહિ? આજે તો અણસમજને કારણે શરીર આદિની પ્રગતિની જ મહેનત થાય છે, પણ પછી આત્માની પ્રગતિની મહેનત થાય કે નહિ ? શરીરની બાલ, યુવાન, મધ્યમ, પ્રૌઢ અને વૃદ્ધ આદિ અવસ્થાઓની તમને ખબર છે કે નહિ ? છે, અને કોઈ આત્માની અવસ્થાઓ કેટલી છે એમ પૂછે તો ?શરીરની બધી અવસ્થાઓ યાદ, એ અવસ્થાઓમાં કેમ કેમ વર્તવું એની ખબર અને આત્માની કશી જ ખબર નહિ, એનું કારણ શું ? માણસ ઉંમરમાં વધે છે તેમ કાંટે પણ વધવો જોઈએ – એવી તમારી માન્યતા છે ને ? તમને લાગે છે ને ઉંમર વધે તેમ વજન પણ વધવું જ જોઈએ ? અને કાંટે ચઢતાં વજન ઘટ્યું એમ માલૂમ પડે તો ? ડૉક્ટ૨ કે વૈદ્ય આદિને પૂછ્યા વિના રહો ? ત્યારે શરીરની કેટલી ચિંતા ? એ જ રીતે, થોડું વજન વધ્યું હોય તો કેટલો આનંદ થાય ? એ વખતે આત્મા આખો ને આખો ભૂલાઈ જ જાય છે ને ? શરીરના વજનમાં આનંદ અનુભવાય, તો એથી આત્મા ઉપરના મેલનો બોજો વધે કે ઘટે ? કહો કે એ વિચાર જ કોને છે ? આત્માને માનનારાએ આત્માની અવસ્થાઓને જાણવી જોઈએ. બહિરાત્મઅવસ્થા, અંતરાત્મ અવસ્થા અને પરમાત્મ-અવસ્થા, એ આત્માની ત્રણ અવસ્થાઓ છે. આ અવસ્થાઓનો અને આ અવસ્થાઓના સ્વરૂપનો ખ્યાલ છે ?. મારે મારા આત્માને પરમાત્મ- અવસ્થાએ પહોંચાડવો છે, એવો વિચાર તમારા અંતરમાં સ્ફુરે છે ખરો ? જેના અંતરમાં આત્માને ૫૨માત્મ-દશાએ પહોંચાડવાની સાચી ભાવના પ્રગટે, એ વાસ્તવિક કોટિનો આસ્તિક છે. પરમાત્માનું દર્શન કરતી વેળાએ પણ તમને તમારી મલિનતા યાદ આવે છે ખરી ? શરીરના પ્રેમીને જેમ શરીરની ચિંતા હોય છે અને શરીરનું વજન નક્ક૨૫ણે વધે તો આનંદ થાય છે, તેમ વાસ્તવિક કોટિના આસ્તિકને આત્માની ચિંતા હોય છે અને પોતાના આત્માને યોગ્ય પ્રયત્નો દ્વારા પરમાત્મ-અવસ્થાએ પહોંચાડવાની ભાવના હોય છે. આત્માને તેના વાસ્તવિક સ્વરૂપમાં માનનારને, પોતાના આત્માને પરમાત્મા-અવસ્થાએ પહોંચાડવાની ભાવના જ ન આવે, એ બનવાજોગ છે ? જેમ Bec આત્માની ત્રા અવસ્થાઓ Jain Education International For Private & Personal Use Only ૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76