Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 46
________________ નહિ ? શરીરને પુષ્ટ બનાવવા માટે સવારે દૂધ જોઈએ, દૂધ પણ ગરમાગરમ, તેમાં પણ કેસર-બદામ વગેરે મસાલાવાળું ! વળી કહેશે કે - બદામ ચાવીને ખાધી હોય તો વધારે પુષ્ટિ મળે, એટલે એ આરોગવા માંડે. સવારના નાસ્તામાં પણ ચીજો કેટલી ? એ બધી ચીજો ખાતાં વાર કેટલી ? પેટ ભરવા માટે આટલી ચીજો જોઈએ અને આટલી વાર થાય, એમ ? સભા સાધનને સુરક્ષિત તો રાખવું જોઈએ ? એ વાત રહેવા દો ને!તમે આત્માના મૂળભૂત સ્વરૂપના પ્રગટીકરણ માટે આ શરીર એ પણ એક સાધન છે, એમ માનીને જ આ શરીરને આહારાદિ આપો છો, એમ ? મોક્ષની સાધના સારી રીતે થઈ શકે, એટલા પૂરતું જ તમે તમારા શરીરને જાળવો છો, એમ ? જે દિવસે તમે તમારા શરીરને કેવળ પરિપૂર્ણ આત્મસ્વરૂપના પ્રગટીકરણ માટેનું જ સાધન બનાવી દેશો તે દિવસે તો તમારા માનપત્રનો મેળવડો હશે તો તેમાં પણ હું આવીશ. આજે તમે એવા માનપત્રને લાયક છો ? આજનાં માનપત્રોનો મેળાવડો એટલે મોટે ભાગે શું ? એક નાગાને સો નાગા ઉઘલાવવા નીકળે, એ જ કે બીજું કાંઈ? જેને માનપત્ર અપાય છે તે આદમી, માનપત્રમાં એના જેટલા ગુણો ગાવામાં આવ્યા હોય છે તેને લાયક હોય છે ? માનપત્ર લેનારમાં એ ગુણો હોય નહિ અને માનપત્ર દેનારા પણ એવા મળે, ત્યારે એને શું કહેવાય? એક ખોટા ગુણ ગાય અને બીજો ફુલાય, એ વ્યાજબી છે ? અહીં એવાં માનપત્રો મળે નહિ. શરીરને એક વાર સાધન બનાવો અને તે પછી એની રક્ષાની વાત કરો. આ તો આત્માનો આછો પણ ખ્યાલ નહિ, ચોવીસે કલાક ચિંતા શરીરાદિની જ અને આવી વાતમાં એનો એને સાધન તરીકે ગણાવીને બચાવ કરવાની ધૃષ્ટતા ! જ્યાં સુધી તમને ખાતાં વાર લાગે છે, એનું કારણ શું? અહીંથી તહીં, તહીંથી અહીં, એમ ઠેકાણે ઠેકાણે હાથ ફેરવવા જોઈએ ! એક ચીજમાં રસ ન આવ્યો તો બીજી ને બીજીમાં રસ ન આવ્યો તો ત્રીજી, એમ કેટલીક ચીજો જોઈએ ? આ બધું કોણ માગે છે ? સાધન પાસેથી સાધન તરીકેનું સુંદરમાં સુંદર કામ લઈ શકાય, એ માટે આટલી બધી પંચાત કરતા હશો, એમ ? ધૃષ્ટતા રહેવા દો અને વસ્તુનો વસ્તુસ્વરૂપે વિચાર કરો. એ બધી ચીજો ઉપર હાથ ફેરવતાં એમ થવું જોઈએ કે આનાથી શરીર તો પોષાય છે, પણ આત્મા હણાય છે. જમતાં જમતાં કે દિ' આત્મા યાદ આવ્યો ? કે દિ' એમ થયું કે “આ બધું મારા આત્માને પાયમાલ કરનારું છે ?' એવો કોઈ વિચાર તમને ప్రసిపోవంటి భయభవనంటివేకవనవజీవణి આત્માની ત્રણ અવસ્થાઓ ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76