Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ કાયમી છે અને મારે એવો પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી કાયમને માટે મારું જે મૂળભૂત સ્વરૂપ છે, તે તીરભૂત બન્યું રહે નહિ.' આવો વિચાર આપણને આવ્યો છે કે નહિ ? શરીરથી પર, શરીરથી જૂદો છતાં શરીરની અંદર રહેલો આત્મા જેમને વારંવાર યાદ આવતો હોય. એવા શોધવા મુશ્કેલ પડે કે નહિ ? “શરીર તે હું નહિ, પણ અંદરનો તે હું' - આ વિચાર આવે તો કેવું પરિવર્તન આવે, એ જાણો છો ? ચોવીસ કલાકમાં આદમી જેટલી “હું'ની ચિંતા કરે છે, તેટલી પરની ચિંતા કરે છે ખરો ? તમને જેટલી તમારી ચિંતા છે, તેટલી પરની ચિંતા છે ? નહિ; અને તમને જેટલી તમારાં નિકટનાં સંબંધીઓ આદિની ચિંતા છે, તેટલી તમારી સાથેના સંબંધ વિનાનાઓની ચિંતા છે ? નહિ. “હું”ની અને પોતાનાની આટલી બધી ચિંતા ધરાવનારા તમે, જો “હું એટલે આ શરીર નહિ પણ આત્મા’ એમ બરાબર માનતા થઈ જાવ, તો તમારી આત્મચિંતા કેટલી બધી હોય, એ કહેવું પડે ? આજે તમને શરીરની ચિંતા વધારે કે આત્માની ચિંતા વધારે ? સાચા આસ્તિકને તો શરીર પણ બંધન જ લાગે. જેને શરીર પણ બંધન લાગે, તે ભાનમાં હોય તો શરીરનું બંધન મજબૂત બને એવી ક્રિયા આનંદપૂર્વક કરે એ બને ખરું ? એને એ ક્રિયા ઉપયોગ આવતાં ખટકે નહિ, એ બને ? પોતાનું બંધન મજબૂત બને એવો પ્રયત્ન કરવામાં આનંદ માનનારો બેવકૂફ આ જગતમાં શોધ્યો પણ જડે ? સભા અમારી દશા એવી છે. બંધન જેવા રૂપે બંધન તરીકે લાગવું જોઈએ તેવા રૂપે બંધન તરીકે નથી લાગ્યું, માટે એ દશા છે. શરીર એ બંધન છે - એમ સાંભળતાં કંટાળો ન આવે? હું તે શરીર નહિ પણ આત્મા' એવી પ્રતીતિ જ્યાં સુધી નહિ થાય, ત્યાં સુધી શરીરને હું બંધન કહ્યા કરીશ તો તમને કંટાળો આવશે અને એ પ્રતીતિ થઈ ગયા બાદ, એ વાત હું વારંવાર કહીશ તો ય આનંદ આવશે. આપણી માનેલી ચીજની વાત કાલા-ઘેલા શબ્દોમાં કોઈ કહેતો હોય, તો ય તે ગમે છે. ગાંડા જેવા આદમી પણ આપણી માનેલી ચીજની વાત કહેવા આવે, તો તે આનંદથી સંભળાય છે. એના કાલા-ઘેલા શબ્દોથી કંટાળો આવતો નથી, પણ કદાચ સામેથી પૂછીને ફરીથી પણ સાંભળવાનું મન થાય છે. હવે હું “શરીર તે બંધન' એ વાત વારંવાર કહું, તો એથી કંટાળો આવે કે નહિ ? કંટાળો આવે તો સમજવું જોઈએ કે જે જાતિનો પ્રેમ આત્મા ૩e પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76