Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 39
________________ આપે તો તે ખટકે, એ શું કહેવાય ? નાસ્તિક કરે એવી અમુક અમુક ક્રિયાઓ આસ્તિક ન જ કરે એવો નિયમ નથી, પણ એકની એક ક્રિયા નાસ્તિક અને આસ્તિક બંને કરે તો પણ તે બેમાં માનસિક અંતર ઘણું હોય છે. આસ્તિકને એ પાપક્રિયાનો તેવો રસ હોતો નથી. અવસરે અવસરે એને તે તે ક્રિયાદિ બદલ પશ્ચાતાપ થયા વિના પણ રહેતો નથી. કેટલીક વાર તો એને પોતાને એમ પણ થઈ જાય કે – “હું તે કેવા પ્રકારનો આસ્તિક છું ? મને આ રીતે વર્તવું એ કેમ જ છાજે ?' આસ્તિકને સામગ્રી સંપન્ન દશામાં આત્માનો ખ્યાલ ન આવે અને આત્માના વિશુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાની ઇચ્છા ન જન્મે એ બને નહિ. બાકી તો સામાન્ય નીતિ આદિની બાબતમાં, જબ્બર એવા પણ કેટલાક નાસ્તિકોનું વર્તન એવું હોય છે, કે જે કહેવાતા આસ્તિકોના સામાન્ય વર્તનને ટપી ગયા વિના રહે નહિ. નીતિ આદિમાં એવા નાસ્તિકો એટલા ચુસ્તપણે જીવનારા હોય છે કે પોતાને આસ્તિક માનનારા કદાચ એટલા ચુસ્ત ન પણ રહી શકે. માટે નાસ્તિકઆસ્તિકના તફાવતનો વિચાર કરો. અવસરે આત્માને શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરાવવાની ઇચ્છા સરખી પણ જેને કદી જન્મે નહિ, એવા આત્માઓ આસ્તિકો તરીકેની પ્રગતિ સાધી શકે એ શક્ય નથી. આપણે આટલા સહવાસવાળા બનીએ, અમારો અને તમારો આટલો સહવાસ થાય અને છતાં તમે વાસ્તવિક કોટિની આસ્તિકતાથી વંચિત રહી જાવ, આત્માને પરમાત્મ-સ્વરૂપમાં સ્થિત કરવાની ભાવના વિનાના રહી જાવ, તો અમને એ રુચે તો નહિ જ : અને માટે જ અમે અવસરે એવું એવું સંભળાવવાનો પ્રયત્ન કરીએ, કે જેથી તમારી ભવિતવ્યતા સારી હોય તો તમારા અંતરમાં સાચી આસ્તિકતા પ્રગટી જાય અને આ જીવનમાં તમે તમારા આત્માને પરમાત્મ-દશાએ પહોંચાડવાની દિશામાં પ્રગતિશીલ બનાવી શકો. તમારી શ્રીમંતાઈને જોઈને અંજાઈ જનારા, તમારી આંખથી દબાઈ જનારા, તમને કોઈ પણ રીતે ખોટું નહિ લગાડવાની વૃત્તિવાળા અને તમારા ભવિષ્યની પરવા વિનાનાઓ તમને “મહા આસ્તિક' કહે તો એ પણ બનવાજોગ છે અને તમને “પરમ ધર્માત્મા' તરીકેના ઇલ્કાબો આપે તો એમાં ય આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી; પણ તમારે વિચાર કરવાનો છે કે “જ્ઞાનીઓની દૃષ્ટિમાં હું આસ્તિક છું કે કેમ ? આપણે આ સામાન્ય કોટિની આસ્તિકતાની વાત કરીએ છીએ. એ ૩૦ ટટટટટટટટક્કwwટક8885%@5 પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76