________________
પ્રવચન બીજું આસ્તિકની ઇચ્છા :
અનંત ઉપકારી મહાપુરુષોનું એ ફરમાવવું છે કે આત્માને માનનારી દુનિયાએ તો અવશ્ય કરીને આત્માના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્માનું સુવિશુદ્ધ સ્વરૂપ કોને કહેવાય - તેનો ખ્યાલ મેળવવો જોઈએ, પોતાના આત્માની વર્તમાન દશા કેવી છે - તેની વિવેકપૂર્વક વિચારણા કરવી જોઈએ અને જે જે ઉપાયો દ્વારા આત્માને ઉન્નતિને ટોચે પહોંચાડી શકાય તેમ છે, તે તે ઉપાયોનો શક્ય અમલ કરવા દ્વારા પોતાના આત્માને ઉન્નતિની ટોચે પહોંચાડવા માટે તૈયાર થઈ જવું જોઈએ. જે આત્મા, આત્માના સુવિશુદ્ધ સ્વરૂપને જાણવાની અને આત્માના સુવિશુદ્ધ સ્વરૂપને જાણીને એ દશાએ પોતાના આત્માને પહોંચાડવાની, સામગ્રી સંપન્ન દશામાં પણ તૈયારી વિનાનો છે, તે આત્મા, વાસ્તવિક રીતે અથવા તો અનંતજ્ઞાનીઓએ જેવા રૂપમાં આસ્તિકને વર્ણવ્યો છે તેવા સાચા રૂપમાં આસ્તિક છે એમ કહી શકાય નહિ : દુનિયામાં આપણે જોઈએ છીએ કે જે જેમાં માને છે. તેમાં તે તેની ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાએ પહોંચવાની ઇચ્છા પણ કરે છે અને એ માટેનો શક્ય પ્રયત્ન પણ કરે છે. આસ્તિક હંમેશાં આત્માને માનનાર હોય છે અને એથી જ એમ કહી શકાય કે સામગ્રી સંપન્ન દશામાં એ પોતાના આત્માને ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાએ પહોંચાડનારા શક્ય પ્રયત્નથી, સદાને માટે વિમુખ જ રહે એ શક્ય જ નથી. સાચા આસ્તિક આત્માઓ તો વારંવાર એ મનોરથ કર્યા કરે છે કે “ક્યારે મારો આત્મા પોતાના સુવિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે ! માત્ર મનોરથ જ કરે એમ પણ નહિ; એ મનોરથને સફળ કરવાને માટે જે કાંઈ કરવા યોગ્ય હોય, તેને વિચારીને આચરવાને માટે પણ મથે. એ જ આસ્તિકતાનો સાચો અમલ છે. “હું આ જે દેખાઉં છું તે શરીર નથી, પરંતુ આની શરીરની અંદર રહેલો છું પણ દેખાતો નથી તે હું છું : આવું આવું ઉંચામાં ઉંચી કક્ષાના તત્ત્વજ્ઞાની મહાપુરુષોએ નિરૂપ્યા મુજબનું આત્માનું સ્વરૂપ છે' એવું માનનારા આત્માઓને, પોતાના આત્માને ઉન્નતિની ટોચે પહોંચાડવાની ઇચ્છા જ ન જન્મે, એ શક્ય છે ? સામગ્રી સંપન્ન દશામાં પણ જો આત્માને એવી ઇચ્છા ન જન્મે, તો એ આસ્તિક છે ? સાચા આસ્તિકને તો સામગ્રી સંપન્ન દશામાં આત્માને પરમાત્મદશાએ પહોંચાડવાની ઇચ્છા થયા વિના રહે જ નહિ. ఆయన తనయుడు యయయ యయయ యండి અાત્માની ત્રણ અવસ્થાઓ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org