Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 34
________________ જો ખટકવા માંડે અને આત્માના મૂળભૂત સ્વરૂપનું આકર્ષણ પેદા થઈ જાય, તો પણ જેટલું જીવવાનું બાકી છે, એમાં એવી સાધના થાય કે આત્માનું સ્વરૂપ થોડા જ કાળમાં પરિપૂર્ણપણે પ્રગટ્યા વિના રહે નહિ. ગુલામને બદલે માલિક બનો : આજની દશામાં તમને કયાં શાંતિ છે, એ તો બતાવો ! જડની સહાય જીવનારાઓની કેવી હાલત થાય છે, એ ન જોયું ? ગાડીઓનો અકસ્માત કેવો કારમો ? આમ છતાં એવી ગાડીઓમાં બેસવાના કોડ થાય છે ? જડે ચેતવણી આપી, કુદરતે ચેતવણી આપી, પણ આપણને શું લાગ્યું ? પૂર આવ્યું ને ડૂબું ડૂબું થતાં બચી ગયા, એવું ય બન્યું ને ? પુણ્ય જીવતું હતું માટે પૂર અટક્યું, નહિ તો જનાવરની જેમ તણાઈ જાત ને ? અહીં પણ દરીઓ ઉછળે તો ? પુણ્યશાળી હોય ને એવું ન બને, પણ વિચારવા જેવી વાત નથી ? કુદરત આટલી વિફરે છે, છતાં જણશે રૂપીઆ ગણો છો ને ? કેટલીક ખૂલ્લી ને કેટલીક ખાનગી મીલ્કત ગણ્યા કરો છો ને ? રૂપી ગણતાં ગણતાં છાપરૂં તૂટ્ય, વિજળી પડી અને છાતી બેસી ગઈ તો ? આ લક્ષ્મી આપણી છે ? મહા મહેનતે મેળવેલી અને સાચવેલી લક્ષ્મી અહીં રહે અને આપણે ક્યાંક પહોંચી જઈએ, એમ પણ બને ને ? પણ આ વિચાર નથી આવતો, એ પ્રતાપ જડના આકર્ષણનો છે. જડના આકર્ષણે જડના ગુલામ બનાવી દીધા છે. મારે તમને ગુલામ મટાડી માલિક બનાવવા છે. જડના સંસર્ગમાં હોઈએ તો ય કહીએ કે “અમને પાલવશે તેમ વર્તશું. તારો ઉપયોગ કરતાં પણ લાગશે કે એમાં ય તારી કરામત છે, તો લાત મારીને ફેંકી દેશું.” આજે ને આજે જડના સંસર્ગથી છૂટાય તેમ નથી, પણ પ્રયત્ન એ દિશાનો થવો જોઈએ. આજે આપણે જડના આકર્ષણથી તો ટળી શકીએ તેમ છીએ ને ? અંતરચલ ઉઘડે તો જ એ બને. ત્યાગી બનો અગર ત્યાગીના ભક્ત બનો: આજે આપણે જડના આકર્ષણને ટાળવાની વાત નક્કી કરી. પુદ્ગલનું આકર્ષણ એ વિષયોનું આકર્ષણ છે, પણ તમે જાણો છો ને કે જડ સામગ્રી ગમે તેટલી હોય તે છતાં પણ પુણ્ય ન હોય તો ભોગવી શકાતી નથી ! ભૂખ છતાં ખાઈ શકાય નહિ, તૃષા છતાં પી શકાય નહિ અને હવા આવે તો ય તે ન ગમે, એવી પણ દશા થાય દેડક885555555 = 'ese 46 - '46 '4 45 46 4G ' 6* * * * * * વ આત્માની ત્રણ અવસ્થા રય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76