Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 32
________________ પુદ્ગલની બાજી : તમે તમારી દશાનો વિચાર કરો. આ વિચાર કરવા જેવો છે. જડનું આકર્ષણ એટલું બધું છે કે જેમ જેમ જડ વધે છે, તેમ તેમ ખુમારી વધે છે. એ કઈ દશા છે ? હવે એમ કરવું છે કે જડની વૃદ્ધિ જ્યારે જ્યારે હૈયામાં ખુમારી પેદા કરે, ત્યારે ત્યારે તે દિવસને માટે આહાર- પાણી બંધ ? એવી ખુમારીવાળા, જડ ઘણું હોવા છતાંય સુખે જીવી શકતા નથી. હૈયામાં વલોપાત ચાલ્યા જ કરે છે. એવાઓ લગભગ પાગલ જેવું જીવન ગુજારે છે. આત્માની પિછાણ થઈ જાય અને જડની વૃદ્ધિથી ખુમારી પ્રગટે, એ બને ? જડની લીલામાં એને આનંદ આવે ? એક કવિશ્રીએ કહ્યું છે કે જડની વૃદ્ધિમાં નાચનારા ઘડીમાં કાજી ને ઘડીમાં પાજી બને છે, પણ અમને તો લાગે છે કે એ સર્વ પુદગલની બાજી છે. જડના સંયોગવિયોગમાં જે ખુમારી કે કંગાલિયત આવે છે, તે શાથી ? જડનું કારમું આકર્ષણ છે માટે ! આત્મા ઓળખાય તો જડ આવે કે જાય, પણ એમ લાગે કે – આત્માએ બાંધેલા કર્મપુદ્ગલની જ આ બાજી છે. જડની વૃદ્ધિથી નાચે, એ બહિરાત્મા. એને ઠોકર મારતાં શીખે, એ અંતરાત્મા. આપણે કેવા છીએ અને કેવા બનવું છે – એની આ પીઠિકા છે. બહિરાત્મ દશાને ટાળવી, અંતરાત્મદશાને પ્રગટાવવી અને એ દ્વારા પરમાત્મ-દશાને સાધવી, એ જ કહેવાનું છે. એ માટે જ આટલી વાતો કરી છે. આપણને આપણી દશાનો સાચો ખ્યાલ આવવો જોઈએ. આછો આછો પણ સાચો ખ્યાલ આવે, તો આપણા જીવનની દિશા ફરી જાય. જડના આકર્ષણનું કામણ ? તમને લાગે છે કે તમારા વર્તમાન જીવનમાં લગભગ બધી જ પ્રવૃત્તિઓમાં જડના આકર્ષણની અસર છે ? પુદ્ગલના આકર્ષણથી આટલી જીંદગીમાં તમે શું શું કર્યું છે, કેવા કેવા વિચારો કર્યા છે અને કેવી કેવી પ્રવૃત્તિઓ આચરી છે, તે કહી શકો તેમ છો ? તમે મનમાં ને મનમાં સંભાળવા માંડો તો ય તમને તમારી જાત માટે કંપારી આવે, એ બને કે નહિ ? તમને લાગે છે કે – “અમે જેવા છીએ તેવા ઉઘાડા સ્વરૂપમાં દુનિઆના સભ્ય સમાજની વચ્ચે જીવવાને લાયક છીએ ? તમને એમ નથી લાગતું કે જેવા તમે છો તેવા જ જો આખા ને આખા જાહેર થઈ જાવ, તો કદાચ તમારો પ્રાણવાયુ પણ થંભી જાય ? તમારી સાચી દશાના ખ્યાનનું બોર્ડ તૈયાર કરીને વાંચવા માંડો તો ય તમને શું શું થઈ જાય, એ કહેવાય તેમ નથી. ఆయన జీడిపడిన డిజీజీ తీసిపోదీజీ డికీపీడి આત્માની ગયા અવસ્યાઓ ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76