Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ બનવાનું કહ્યું ! મનુષ્યમાંથી તિર્યંચ બનવાનું કહ્યું, એમ તો નહિ કહો ને ? હું તો એમ કહું છું કે હંસની ચાંચમાં એ તાકાત હોય છે કે તે એકમેક જેવાં બની ગયેલાં દૂધ-પાણીને પણ જૂદાં પાડી શકે છે. હંસની ચાંચમાં જેવી દુધ-પાણીને છૂટાં પાડવાની તાકાત છે, તેવી તાકાત આત્મા અને જડ કર્મને છૂટાં પાડવાની તમારામાં જન્મે, એ મારી ઇચ્છા છે અને આ વાતમાં તેની જ સૂચના છે. નરકની વેદના : આત્મા અને જડના સંયોગનો જેવો જોઈએ તેવો વિવેક થઈ જાય, પછી તમારી ઇન્દ્રિયો જેટલી તેજ તેટલો લાભ વધારે. એ વિના ઇન્દ્રિયોની જેટલી તેજી તેટલી બરબાદી વધારે. એકેન્દ્રિય મરીને કદી નરકે ન જાય અને પંચેન્દ્રિય ભૂલે ને પાપાસક્ત બને તો નરકે ગયા વિના રહે નહિ. આથી તમે એકેન્દ્રિય બનો એમ નહિ, પણ પંચેન્દ્રિયપણામાં સુવિવેકી બનો એ જ કહેવું છે. વિવેકહીનને તેની ઇન્દ્રિયો નરકમાં ધકેલી જાય; તો એ નવાઈનો વિષય નથી. એકેન્દ્રિયમાં તો વેદના અવ્યક્ત હોય છે, પણ નરકમાં વેદના વ્યક્ત હોય છે. નરક કોણે જોઈ છે ? નરકને હું માનતો નથી !' - આવું બોલવું એ બહુ સહેલું છે, પણ એ વેદના ઘણી ભયંકર છે. ત્યાં વેદનાથી અકળાતાં ઝેર ખાવું હશે તો ય ઝેર મળશે નહિ. નરકમાં જવાની તૈયારી કરી રહેલા આત્માઓને જોતાં આસ્તિકતાનું હૃદય દયાથી હચમચી જાય. નરકની વેદનાનો જેને ખ્યાલ હોય, તે તો પાપથી કંપી ઉઠે. અવસરે નાસ્તિક માણસોને પણ આસ્તિકની જેમ શુભાશુભ કર્મની અસરને સ્વીકારવી પડે છે. નાસ્તિક પણ જ્યારે શુભોદય ભોગવ્યા પછીથી અશુભોદયની કારમી અસરમાં ઝડપાય છે, ત્યારે રાડ પાડી જાય છે અને કપાળે હાથ દે છે. ભાગ્યને રડે જ છે. ગઈ કાલે એ જ્યાં જાય ત્યાં ધાર્યું કામ કરાવી આવતો, સારામાં સારા ઠેકાણે જાય તો પૂછાતું કે – “કેમ શેઠ ! શું કામ છે ?' જોઈએ તેટલાં નાણાં અડધી રાતે મળતાં પણ આજે એને અશુભોદયના પ્રતાપે ભૈયો બંગલામાં પેસવા પણ ન દે. કહી દે કે “શેઠ બહાર ગયા છે. ખાનગીમાં એમે ય કહે કે “શેઠ અંદર છે, પણ તમને આવતા જોઈને જ શેઠ નથી એમ કહેવાની આજ્ઞા કરી છે !” એને એમ થાય કે - “મારી લાગવગ ક્યાં સળગી ગઈ ? ગઈ કાલ સુધી જ્યાં જાઉં ત્યાંથી ધાર્યું કર્યા વિના પાછો ફરતો નહિ અને આજે દરવાજા બંધ ?' આ એનાથી સહન થતું નથી. એ પોક મૂકે છે ! એ કહે છે કે “મને મૈયાએ ના પાડી !” આપણે કહીએ 进將將將將將將沿著海港遊遊遊沿語語語語 આત્માની ત્રણે અવસ્થાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76