Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 31
________________ કે ‘ભલા માણસ ! માત્ર ના જ પાડી છે ને ? જુતું મારીને કાઢ્યો તો નથી ને ? અશુભોદયે તો જુતાં ય પડે અને ત્યાં કદાચ તું માથું પટકીને મરી જાય તો ય તે અંદર લઈ જાય નહિ, પણ બહાર ક્યાંક ફેંકાવી કે ફુંકાવી દે !' આવા વખતે આત્મા યોગ્ય હોય છે તો નાસ્તિક મટી આસ્તિક બની જાય છે, વિવેકી બની જાય છે અને પછી તો દુઃખમાં પણ સુખે જીવતાં શીખી જાય છે ! એને એ વખતે ખ્યાલમાં આવે છે કે – અહીંના આ દુઃખ કરતાં પણ નરકમાં કંઈ ગુણું વધારે દુઃખ છે અને એથી તે ચેતી જાય છે! મરતાં મુંઝવણ ન થાય ઃ તમારે ક્યારે ચેતવું છે ? મરણની નોબત તો વાગી જ રહી છે. તમારું આયુષ્ય ઝટ પૂરૂં થઈ જાય, તમે મરી જાવ એવી મારી ઇચ્છા નથી, પણ મરણ થવાનું એ નક્કી વાત છે. એ વખતે તમે સુખે મરી શકશો ? જીવન એવું બનાવવું જોઈએ કે મરતાં પણ જરા ય મૂંઝવણ થાય નહિ. મરવા પડયા હો અને ડૉક્ટ૨ આવીને કહે કે ‘બચો તેમ નથી.' તો એ વખતે પણ તમે કહી શકો કે ‘કોઈ ફીકર નહિ. આ તો તમે શહે૨ના નામાંકિત ડૉક્ટર હતા અને મને એમ થયું કે ઉપાય હોય તો અજમાવી લઉં, બાકી મને નિરાંત છે. હું મારું સમાલીને બેઠો છું. હું પુદ્ગલના આકર્ષણથી છૂટેલો છું. પુદ્ગલના આકર્ષણથી છૂટીને મને મળેલાં કે મેળવેલાં પુદ્ગલનો મેં થાય તેટલો સદુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારથી સમજ આવી ત્યારથી એવી રીતે જીવ્યો છું. કે મને મારા ભવિષ્યની ચિંતા નથી !' આટલી શાંતિથી તમે ક્યારે મરી શકો ? જડનું આકર્ષણ ટળે નહિ, મંદ પણ પડે નહિ, ચેતન-જડનો વિવેક પ્રગટે નહિ, તો આવું સમાધિપૂર્ણ મૃત્યુ પામી શકાય નહિ. આજે પુદ્ગલનું આકર્ષણ કેટલું છે ? બંગલામાં પેસતાં શું યાદ આવે ? બંગલાને જોતાં ‘સારો બંગલો જોઈએ' એમ થાય, પાંચ લાખ હોય તો ‘પચાસ લાખ જોઈએ' એમ થાય, પચાસ લાખ હોય તો ‘એક કરોડ કેમ ન થાય’ એમ થાય, મોટ૨માં બેસતાં ‘હું મોટો' એમ થાય, કોઈને દેતાં ‘હું જ દઈ શકું છું' એમ થાય એ વગેરે શું સૂચવે છે ? જડનું આકર્ષણ. એ આકર્ષણ ટળે અને થોડું પણ જડનું આકર્ષણ થઈ જાય તો ય જેને તે ખટકે, તે અંતરાત્મા છે. અંતરાત્મ દશા પ્રાપ્ત થઈ જાય, તો સુખે જીવી પણ શકાય અને સુખે મરી પણ શકાય. cccccccccccccces પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76