________________
બે- પાંચ લાખ ગુમાવતાં જેને હાર્ટ ફેઈલ જેવું થઈ જાય છે, તે ચમ ચમ કરતો આવતો હોય અને સામે એની સાચી દશાનું બોર્ડ ચોઢેલું ભાળે, તો એની શી દશા થાય ? આ બધી વાતોનો વિવેકપૂર્વક વિચાર કરવા જેવો છે. આટલું સાંભળ્યા પછી પણ જો એમ લાગે કે પુગલના આકર્ષણે મને તો પાયમાલ કરી નાખ્યો છે, તો આજથી એ આકર્ષણને ટાળવાનો પ્રયત્ન શરૂ થાય. જ્યારે જ્યારે પુદ્ગલનું આકર્ષણ સતાવે, જ્યારે જ્યારે પુદ્ગલની વૃદ્ધિ આદિને જોઈને ખુમારી આવે, ત્યારે ત્યારે ઉપવાસ કરવો, એવો નિયમ કરવો છે ? સભા વિચાર તો આવે, પણ ટકતા નથી. દશ લાખ જાય તો ખાવાનું ભાવે ? એના દુઃખમાં તો ભૂખ પણ જાણે મરી જાય છે. એને ખવડાવવા માટે સંબંધિઓને મહેનત કરવી પડે છે. બે દિવસ ભૂખમાં જાય, છતાં ક્યાં ગયા તેની ગમ પણ પડે નહિ. કારણ ? પુદ્ગલનું આકર્ષણ. એવું આકર્ષણ જો આત્માના સ્વરૂપ પ્રતિ થઈ જાય, તો શું ન બને ? વાત એ છે કે પુદ્ગલનું આકર્ષણ ખટકવું જોઈએ. આપણને પુદ્ગલનું આકર્ષણ ખટકે છે ? પુગલના આકર્ષણમાં પડેલા તમે, તમને ન માને એવાને પણ પોતાનાં-મારાં માનીને ધપાવ્યે રાખો છો. ઘરમાં બધાં તમને માને છે ? એ તો તમને પુદ્ગલનું આકર્ષણ છે અને એથી તમે ટાઈમસર પેઢીએ જાવ છો, પણ જો પેઢીએ ન જાવ તો “આ ઘરમાંથી ક્યારે જાય ?' એવું કોઈ ઇચ્છે ખરું ? થોડી ચીજ માટે વાંધો પડે, તો તમારી સાથે કજીઓ કરે અને જીંદગીભર તમે એનું જે કાંઈ કર્યું-કરાવ્યું ... હોય તેને ધૂળમાં મેળવે, એવું કોઈ ઘરમાં છે જ નહિ? પણ પુદ્ગલના આકર્ષણનું કામણ એવું થયું છે કે એ સૂઝે નહિ. જેના ઉપર કામણ થયું હોય તે પારકી આંખે જોતો થઈ જાય છે, તેમ પુદ્ગલનું આકર્ષણ છતી આંખે પણ આંધળા જેવા બનાવી દે છે. કુટુંબિઓ સાથેનો તમારો સંબંધ જડના આકર્ષણ વિનાનો છે ? તમારા કહેવાતા પ્રેમમાં પણ જડના આકર્ષણ સિવાય છે શું? આ આકર્ષણ જ્યાં સુધી ટળે નહિ, ત્યાં સુધી પરમાત્મપદે પહોંચાય નહિ. આપણે તો શ્રી પરમાત્મપદે પહોંચવું છે ને ? એ માટે આપણે અંતરાત્મદશાને પ્રાપ્ત કરવી જોઈએ. અંતરાત્મદશા ક્યારે પ્રગટે ? આત્માના સાચા સ્વરૂપનો શ્રદ્ધાપૂર્વકનો ખ્યાલ આવે તો ! એ ખ્યાલ આવ્યા બાદ જડ વસ્તુઓ આજની જેમ આકર્ષી શકશે નહિ અને જે થોડુંઘણું પણ જડનું આકર્ષણ થશે તે ખટક્યા વિના રહેશે નહિ. જડનું આકર્ષણ આજથી પણ
૨૪
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org