________________
છે. એવી દશા થઈ જાય ત્યારે પૈસા ગણવાનું મન થાય ? આ વિચારમાં ય મુંઝાવ છો ? કદાચ મન થાય એમ લાગે છે ? ઇન્દ્રિયો જ્યારે વિષયોને ગ્રહણ કરવામાં ને ભોગવવામાં બુઠ્ઠી બની જાય છે, ત્યારે કશું જ ગમતું નથી. પૈસા રળ્યાનો તાર આવે ને તમે સંભળાવો, તો ય એ કહે કે “પણ એને કરવાના શું?” પૈસા ઉપરે ય કંટાળો આવે. ત્યારે જડના સંયોગોમાં સુખ કે દુઃખ ? તેનાથી સુખ મળે તો ય તે દુઃખના કારણ જેવું જ ને ? આ સમજાઈ જાય તો સંસારનો રસ ઉડી જાય. ખાય, પણ તે રસથી નહિ. તમારે એવી દશા કેળવવી જોઈએ, કે જેથી તમે એમ કહી શકો કે -
અમે અહીં રહ્યા છીએ પણ અમને અહીં રહેવામાં રસ નથી : નીકળવું છે પણ નીકળવાના સંયોગો નથી માટે રહેવું પડ્યું છે : તક મળી જાય તો હવે અહીં ઉભા ન રહીએ!” આટલું તમારામાં આવી જાય, એટલે મને ખાત્રી થઈ જાય કે આને તક મળે એટલી વાર છે, તક મળી જશે એટલે આ અમે જ્યાં હોઈશું ત્યાં અમને દોડતો ને શોધતો આવશે. આજે તો પુદ્ગલના આકર્ષણે પાગલ બનાવ્યા છે અને એથી ઇન્દ્રિયો ઊંધે માર્ગે દોડી રહી છે. જ્યાં સુધી પુદ્ગલનું આકર્ષણ તજવા જેવું નહિ લાગે અને આત્મસ્વરૂપનું આકર્ષણ પેદા નહિ થાય ત્યાં સુધી ઇન્દ્રિયો ઊંધે માર્ગે વહેવાની અને જીવનની જરૂરીયાતો વધતી જવાની ! વસ્તુત: જીવવા માટે જરૂર કેટલી ? આ દશામાં પણ રોટલી-દાળ આદિથી ચાલી ન શકે ? જેના વિના ન જ જીવી શકાય એવી અન્ન-પાણી આદિ વસ્તુઓ તો અમે પણ લઈએ છીએ. એ લેવાની જ્ઞાનીઓની મના નથી, પણ વૃત્તિ એ જોઈએ કે – “ક્યારે આટલું પણ ન લેવું પડે એવી દશા પમાય !” ત્યારે તમે આ રીતે જીવવાને ઇચ્છો છો ? આ રીતે ન જીવી શકો તેમ હો ને સંસારમાં રહેવું જ પડે તેમ હોય, તો સંસારમાં રહીને પણ ત્યાગી મહાત્માઓ આદિની ભક્તિથી તરી શકાય છે. આજથી નિર્ણય કરવો છે? ત્યાગી બનવું અને તેવા ન બનાય ત્યાં સુધી ત્યાગીની ભક્તિને ચૂકવી નહિ ! ત્યાગીની ભક્તિ પણ ત્યાગ વહેલો મળે એ માટે જ કરવાની ! એ ત્યારે જ બને, કે તમે આ વસ્તુઓને સમજો, જે કોઈ બહિરાત્મ-દશામાં હો તે તેમાંથી નીકળો, અંતરાત્મ-દશામાં સુદૃઢ બનો અને અંતે પરમાત્મ-દશાને પામો, એ જ એક ભાવના સાથે આજનું વ્યાખ્યાન સમાપ્ત કરાય છે.
ఉడిపడినండితనంతరండి నడించటండిడిసిడిటిడి ఉండిఉంది'
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org