Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ કહીને તેને તમારા અંતરમાં જચાવવાનો પ્રયત્ન કરું; કારણ કે- મારે તમને સુધા૨વા છે. તમે જડના આકર્ષણથી મુક્ત બનો અને છેવટે જડ કર્મો કે જેના યોગે આત્માનું સ્વરૂપ આવરાએલું છે – તેનાથી પણ મુક્ત બનો, એવી મારી ઇચ્છા છે. એ માટે હું આ મંથન કરી રહ્યો છું. મંથન કેવું હોય ? સામાન્યપણે હાથ હલાવ્યે માખણ ન નીકળે. માખણ કાઢવું હોય તો ખૂબ ખૂબ મથવું જોઈએ. ૨વૈયાને ખૂબ ખૂબ ઘુમાવવો પડે. એ ન આવડે તો દહીં બગડે અને માખણ મળે નહિ. આપણું પણ આ મંથન છે. સામાન્ય પ્રાર્થના અને ભજન આદિમાં પણ એકની એક કડી વારંવાર બોલાય છે ને ? એનો હેતુ શો ? આત્મા ધીમે ધીમે એમાં એકતાન બને. ધીમે ધીમે સ્વરહીન જેવો બનીને ધ્યાનારૂઢ બને. એમ આમાં પણ સમજવાનું છે. જડનું આકર્ષણ કાઢવાની વાત છે. દીક્ષાની વાત હું ભૂલી ગયો નથી. દીક્ષાની વાત ભૂલનાર સાધુનો તો ઓધો લાજે. અત્યારે હું એ વાત વધારે નથી કરતો, કારણ કે મોકો જોઈ રહ્યો છું. જડનું આકર્ષણ ટાળવાની ભાવના પેદા થયા વિના દીક્ષાની ભાવના પણ જન્મે નહિ અને જડનું આકર્ષણ ટાળવાની ભાવના પ્રગટ્યા પછીથી દીક્ષાની ભાવનાને ઉત્પન્ન થતાં વાર લાગે નહિ. આથી જડના આકર્ષણને ટાળવાની વાત લીધી છે. એમાં પણ ઊંડે ઊંડે દીક્ષા જ છે. આત્માના સ્વરૂપને પ્રગટાવવાનો ઉત્કટ કોટિનો પ્રયત્ન, એ જ દીક્ષા છે ને ? ત્યારે એનો સમાવેશ આ વાતમાં પણ થઈ જ જાય છે : કારણ કે જડના આકર્ષણ ઉપર અગ્નિ મૂકાયા વિના દીક્ષાની સાચી અભિરુચિ પ્રગટવી એ પણ મુશ્કેલ છે. હંસની ચાંચ જેવી તાકાત જોઈએ : આપણને એમ લાગી જવું જોઈએ કે મને જડની અપેક્ષા હોય જ નહિ. મારું મૂળભૂત સ્વરૂપ એવું છે કે જડની અપેક્ષા વિના ન જીવાય એ બને જ નહિ. આ તો જડના સંયોગે મારું મૂળભૂત સ્વરૂપ અનાદિકાળથી અવરાએલું છે અને વર્તમાનમાં પણ જડનો એ સંયોગ છે, માટે જ મને બીજી જડ ચીજોની અપેક્ષા રહે છે. આટલું ધ્યાનમાં આવ્યું, એટલે જડ અને ચેતનનો વિવેક પ્રગટ્યો. અત્યારે આત્મા અને જડનો સંયોગ દુધ અને પાણી જેવો થઈ ગયો છે. દુધ-પાણી એક થઈ જાય ત્યારે તમે બંનેને જૂદાં પાડી શકો આ દુધ અને આ પાણી - એમ જૂદાં પાડીને પારખી શકો ? તમે ન કરી શકો એ હંસ કરી શકે છે. આત્મા અને જડના સંયોગની બાબતમાં તમે હંસ જેવા બનો. એમ ન માનતા કે મનુષ્ય મટી હંસ ર ૨૦ Jain Education International Gee પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76