Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ હોય નહિ અને જડનું આકર્ષણ થઈ જાય તો ય તે એને ખટક્યા વિના રહે એ બને જ નહિ. અવસરે એને એની જડની આધીનતા સાલ્યા વિના રહે જ નહિ. અનંતાનંત સિદ્ધો જૂએ છે ઃ આપણે તો આસ્તિક છીએ. બહિરાત્મ-દશા, અનંતરાત્મદશા અને પરમાત્મદશા, એવી ત્રણે ય આત્મદશાઓને આપણે માનીએ છીએ. આથી આપણે એમ પણ માનીએ છીએ કે - અનંતાનંત આત્માઓ શ્રી પરમાત્મ-પદને પામ્યા છે અને એ સર્વ સિદ્ધાત્માઓ પોતાની જ્ઞાનચક્ષુથી આપણ સર્વને જોઈ રહ્યા છે. એ અનંતા સિદ્ધોની આંખમાં તમારે નાગા દેખાવું છે કે ઢાંક્યા ? આપણને લાગે કે અનંતાનંત અનંતજ્ઞાનીઓ મને જોઈ રહ્યા છે, તો પાપ કરતાં કંપારી ન આવે ? આપણે પૂરતા પ્રકાશમાં બેઠા હોઈએ અને હજારો આપણને જોતા હોય, તો પાસેમાં પાસે પણ પડેલા પારકા કોહીનુરને ચોરવા માટે આપણો હાથ લંબાય ખરો ? કોહીનુર લાખ્ખોનો હોય કે કરોડોનો હોય, લેવાનું મન ઘણું ય થતું હોય, મનમાં કદાચ એમે ય થાય કે - આ પ્રકાશમાંથી ક્યારે અંધકાર થાય, કોઈ જૂએ નહિ ને હું લઈ લઉં, પણ જ્યાં સુધી પ્રકાશ હોય ને જોનાર હજારો હોય, ત્યાં સુધી એ કોહીનુરને ચોરવાને માટે હાથ લંબાય તો નહિ ને ? નાસ્તિક તો પરમાત્મસ્વરૂપવાળા આત્માઓને પણ માનતો નથી એટલે એની વાત બાજૂએ રાખો, પણ તમે તો આસ્તિક ! આપણને જોનારા કેટલા, એનો વિચાર તમને ન આવે ? પરમ જ્ઞાનીઓને અને સિદ્ધાત્માઓને તો જોવા માટે બહારના પ્રકાશની પણ આવશ્યકતા નથી. એ તો જ્ઞાનચક્ષુથી સર્વ કાળે સર્વ કાંઈ જોઈ શકે છે. બાહ્ય ચક્ષુથી ન દેખાય એવું પણ એ જોઈ શકે છે - જૂએ છે : તો એ જડના આકર્ષણથી આપણે કેવા કેવા ખેલ ખેલી રહ્યા છીએ, એ નહિ જોતા હોય ? તમને આવો વિચાર થાય છે ? કહો તો જે લાગ્યું હોય તે કહેજો. મને કદાચ ૨માડી શકશો, પણ જ્ઞાનીઓને નહિ છેતરી શકો. દીક્ષાની ભાવના ભૂલ્યે ન ચાલે : જડના આકર્ષણથી છૂટવું એ જરૂરી છે એમ લાગે છે કે નહિ ? આ તો વ્યાખ્યાન છે. તમને સુધારવાને માટે, તમને વસ્તુનો ખ્યાલ આપવાને માટે એકની એક વાત પણ અનેક વાર કહેવાય. હું કાંઈ દિગ્દર્શક માત્ર નથી. હું સીધે સીધું કહ્યે જ જાઉં, એથી ફાયદો થાય ? હું તો તમને એકની એક વાત પણ વારંવાર eeeeeee 05 આત્માની ત્રા અવસ્થાઓ E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76