Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 26
________________ બજારમાંથી કોઈ રળીને જતો હોય તો તેના ઉપર પણ ખીજાય? જડના આકર્ષણ યોગે અંતરમાં એવો આતશ સળગ્યા કરે છે કે એને જોઈ શકાય નહિ અને તેમ છતાં એ બાળ્યા વિના રહે પણ નહિ. એમાંથી તણખા ઝરે નહિ, ભડકા નીકળે નહિ, પણ એ જેના હૈયામાં હોય, તેને અંદર ને અંદર સળગાવી મૂક્યા વિના પણ રહે નહિ. આવો આત્મા એ બહિરાત્મા જ છે. અમને તો જડના આકર્ષણમાં ફસેલા તમને જોઈને દયા જ આવે. તમારી મોટર આંખે ચડે તો ય - “આ દશ હજારની હશે કે વીસ હજારની હશે” એવા વિચાર અમને ન આવે, પણ એમ થાય કે – “આવા મારકણા સાધનને આ છોડે તો સારું !' તમને એમ ન લાગે, કારણ કે - દૃષ્ટિભેદ મોટો છે. અમને ય જો તમારા એ સાધનને જોઈને કેટલાનું છે એમ પૂછવાનું અને તમને ગમતું બોલવાનું મન થઈ જાય, તો એ અમારું પણ જડનું જ આકર્ષણ છે. અમારે તો તમારા જેવાઓથી બહુ સાવધ રહેવું પડે. તમને જોઈને અમને જડનું આકર્ષણ ન થઈ જાય, એની કાળજી તો રાખવી પડે ને ? (અત્રે પૂ. આચાર્યદેવે પરમહંત શ્રી કુમારપાળ મહારાજાના ચરિત્રમાં આવતો “સુવર્ણસિદ્ધિને લગતો એક પ્રસંગ વિસ્તારથી કહી સંભળાવ્યો હતો. એ પછી વિવેચન કરતાં ફરમાવ્યું હતું કે :-). જડનું આકર્ષણ જબરું છે ? આપણે આપણા આત્માને જડ કર્મોના સંયોગથી મુક્ત બનાવી દેવો છે, જડની સહાય વિના નિજ સ્વરૂપમાં અનંતાનંત કાળ સુધી જીવંત રહે એવો બનાવવો છે, પણ એ માટે સૌથી પહેલાં જડના આકર્ષણથી મુક્ત બનવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. વર્તમાનમાં તમારામાં જડનું આકર્ષણ કેવું છે તે વિચારી લો. જડના પ્રબળ આકર્ષણે તો ગુણ ગુણ રૂપે પ્રગટે એ જોગી સ્થિતિ પણ રહેવા દીધી નથી. એ આકર્ષણ મંદ બન્યા વિના, ઉદારતામાં પણ લુચ્ચાઈ આવ્યા વિના નહિ રહે. તમે બધા જ આવા છો, એમ કહેવાનો મારો આશય નથી જ. જે આવા ન હોય તે ભાગ્યશાળી છે. અહીં ‘તમે' અગર “આપણે” તરીકે જે કાંઈ કહેવાય, તે બધાને જ લાગુ પડે છે એમ માનવાનું નથી. ઉપદેશમાં એમ કહેવાય, પણ જે કોઈ એવા હોય તેઓને માટે જ એ કહેવાય છે, એમ માનવાનું છે. જે કોઈ ગુણસંપન્ન આત્માઓ છે, તેઓની તો અમે પણ અનુમોદના જ કરીએ છીએ. ఆడి వడి వడివడి ఉడిడివిడిపోయబీబీయ આત્માની ત્રણ અવસ્થા ૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76