Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 27
________________ વાત એ છે કે જડના આકર્ષણે ચેતનના વિચાર ઉપર દેવતા મૂકી દીધો છે. કોઈક વાર ચેતન સંબંધી વિચાર આવતો હોય તો પણ તે કેવો ? સ્મશાનીયા વૈરાગ્ય જેવો જ ને ? ઘણા ડાઘુ એવા પણ હોય છે, કે જેમને મુડદું સામે હોય તો ય વૈરાગ્ય આવે નહિ. ત્યાં ને ત્યાં મુડદા ઉપર ઉજાણી કરી શકે એવા ય ડાઘુઓ હોય છે. ત્યાં કદી વૈરાગ્ય આવે તો ય મુડદું બળે તેમ વૈરાગ્ય બળે. કારણ ? જડનું આકર્ષણ જબરૂં છે ! તમને અહીં બેઠાં આડતીયા યાદ આવે કે પેઢીમાં બેઠાં અમે યાદ આવીએ ? પેઢી ઉપર કોઈ અમારી યાદ આપે તો એ વખતે શું એમ ન જ થાય કે એ વાત અહીં નહિ ?જડનું આકર્ષણ કેટલું કારમું છે, એનો વિચાર કરો ! એ આકર્ષણ ટળે, એની ખેંચ મટી જાય અને એમ લાગી જાય કે - ‘આ આકર્ષણ મારું સ્વરૂપ પ્રગટ થવામાં ભયંકર અંતરાયભૂત છે’ તો ય તે ઓછી વાત નથી. અંતરચક્ષુ મીંચાએલ હોય તો બાહ્ય ચક્ષુ ભયંકર છે : આ અંતરચક્ષુને ખોલવાની વાત છે. અંતરચક્ષુ ઉઘડે તો આ ચક્ષુ લાભ કરે અને અંતરચક્ષુ મીંચાયા છતાં આ ચક્ષુ ઉઘાડું હોય તો ભયંકર જ નિવડે ને ? અંતરચક્ષુ બંધ હોય અને અંતરચક્ષુને પ્રગટ કરવાની વૃત્તિય ન હોય, તો આંખ લાભ કરનારી કે હાની કરનારી ? સભા ઃ હાની કરનારી. એવી ચીજ હોય તે સારી કે ન હોય તે સારી ? ચક્ષુ ખૂલ્લાં-દેખે એવાં ક્યારે જોઈએ ? અંતરચક્ષુ ખૂલે ત્યારે ? એ વિના ન હોય તો સારું ને ? આવું ઇચ્છું તો પાપ લાગે, એમ તો નહિ કહો ને ? એમ તો નહિ બોલો ને કે ‘બધા આંધળા થાય તો સારું' - એવું મહારાજે કહ્યું ? સભા : એવું કહ્યું છે જ ક્યાં ? એવું કહ્યું જ નથી, પણ એવું ય પ્રચારકાર્ય કરનારાઓ પણ આજે જીવે છે. તમારી અંતરચક્ષુ ખૂલવી જોઈએ. જેની અંતરચક્ષુ ખૂલી નથી અને જડના આકર્ષણથી જે પાગલ બન્યો છે, એને જોઈને તો શિષ્યોને કદાચ એમ પણ થાય કે ‘આવો આદમી બજારમાં ન આવે તો સારું.' એવાની આંખમાં પણ કેટલીક વાર ઝેર આવી જાય છે. એવો આદમી બીજાના સારાને શુભ દૃષ્ટિથી જોઈ શકે, એ ભાગ્યે જ બને. રસ્તા ઉપર પણ એની આંખો ક્યાં ક્યાં ભમતી હોય, તે કહેવા જેવું છે ? આ બધી બહિરાત્મ-દશા છે. અંતરાત્મ દશાવાળાને જડનું કારમું આકર્ષણ ૨૮ Jain Education International డుడ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76