Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 25
________________ એટલા માત્રથી બહિરાત્મા નથી. આત્માના સ્વભાવનું આકર્ષણ થયા પછી પણ જડની સહાય લેવી પડે છે, પણ જડ તરફ પૂર્વવતું આકર્ષણ રહેતું નથી અને આકર્ષણ થઈ જાય તો તે ખટકે છે. ધર્મક્રિયા કરનારાઓમાં પણ જેમને એ ખ્યાલ ન હોય, તેમનામાં આ ખ્યાલ પેદા થવો જોઈએ. પછી આ શરીર જડ વિના કદાચ કરમાશે, તો પણ ચેતન ઝબકારા મારશે. નોકરને ઊંડે ઊંડે પણ શેઠ થવાની ઇચ્છા હોય છે. સારામાં સારો નોકર પ્રમાણિકપણે કામ કરે એ બને, ફરજ કરતાં સવાયું કામ આપીને શેઠને પ્રસન્ન કરવા મથે એ બને, પણ એને નોકરી કેવી લાગે ? મન દઈને સારું કામ કરે, એટલા માત્રથી એને નોકરી ગમે છે – એમ તો ન કહેવાય ને ? – એને પૂછો કે “તારે નોકરી ક્યાં સુધી કરવી છે ?' એ કપાળે હાથ દેશે. કહેશે કે “ભાગ્યમાં જ્યાં સુધી શેઠાઈ નથી ત્યાં સુધી !' એમ આપણને પણ થવું જોઈએ કે - “આ જડની સહાય લેવી પડે છે, એ ઠીક તો નથી જ ! ક્યારે એ સમય આવે કે જડની સહાય વિના જ હું જીવી શકું !” તમને કોઈ પૂછે કે – “આ બંગલા વગેરેનું આકર્ષણ ક્યાં સુધી રહેવાનું ?' તો એવા વખતે કપાળે હાથ જાય છે ? એમ થાય છે કે ક્યારે આ આકર્ષણ ટળે ? નોકરનો હાથ કપાળે જાય છે અને શેઠાઈ નથી મળતી એ વિચારે એનું મોઢું પણ ઉતરી જાય છે. એમ તમને કદી આત્માની બાબતમાં થયું ? તમારામાં એ દશા પેદા કરવી છે. અંતરનો આતશ બાળ્યા વિના ન રહે? જડનું આકર્ષણ છે માટે જ તમે કારમી પણ આપત્તિઓને ગણકારતા નથી ને? જડનું આકર્ષણ ન હોત તો તમે તમારું શાંત સ્થળ છોડીને આટલે દૂર આવીને વસત ખરા ? અહીં આવીને પણ કેવા બની ગયા છો ? કામ ચાલી શકે એટલું મળવા છતાં અહીંથી ભાગી જવાની ઇચ્છા થતી નથી ને ? આપણે એવા માણસને જવાનું કહીએ તો ય કહેશે કે “એટલું પાથરણ થઈ ગયું છે કે જવાય તેમ નથી.” પણ એ વિચાર ન કરે કે “હું આખો ને આખો આમાં પથરાઈ રહ્યો છું, તેનું શું? આત્માની દશાનો તો ખ્યાલ જ ન મળે ! એ જડના આકર્ષણની જ ખૂબી છે ને ? જડના આકર્ષણથી દશા કેવી થાય છે ? ક્રોધથી ધમધમતી, ઘમંડાઈથી ભરેલી, પ્રપંચમય અને લઉંલઉંનો જાણે હડકવા થયો હોય એવી ! જડના આકર્ષણવાળો અવસરે ઘર પર ખીજાય, પેઢી પર ખીજાય, ઘરનાં માણસો ઉપર ખીજાય, નોકરો ઉપર ખીજાય, વેપારધંધા ઉપર ખીજાય, આડતીયા ઉપર ખીજાય, ગ્રાહક ઉપર ખીજાય અને છેવટ అభిపోవ డిడిటీతతథితథితిభజిత ૨૬ પૂ.આ. રામચંદ્રસૂ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76