Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 23
________________ કહે છે ને કે - “બીડી વિના ન જવાય ! બીડીમાંથી સીગારેટ ને સીગારેટમાંથી ચીરૂટ જોઈએ. એના વિના પેટ નથી ભરાતું માટે ? આજના બુઢાઓ કરતાં પણ આજના જુવાનીયાઓની જરૂરીયાત મોટી. બુઠ્ઠો વધારે બળવાન છે અને જુવાન વધારે નબળો છે, માટે ? બુઢો તો કહે કે મારે એક વાર ખાવાનું મળશે તો ય ચાલશે. અને જુવાનીઓ ? એ તો કહે છે કે હું પથારીમાંથી ઉઠું તેની સાથે મારે ગરમાગરમ ચહા જોઈએ!ગળાને અને છાતીને બાળી મૂકે માટે ? ગરમાગરમ પણ કેવી ?. સભા સ્ટ્રોંગ. કડક કહેવા દો ને ! એ કહે છે કે એ ચહા દેવીની સેવા વિના મારી આંખમાંની ઊંઘ ઉડી શકે નહિ ! આ પછી પણ જરૂરીયાતો કેટલી ? શું તમને એમ લાગે છે કે આ બધા વિના સુખે જીવી શકાય જ નહિ ? સુખે જીવી શકાય અને આત્મસ્વરૂપને પ્રગટાવવાની મહેનત કરી શકાય - એ માટે જરૂરીયાત કેટલી, એમ જો તમે મને પૂછો અને હું કહું તો બહિરાત્માઓને કદાચ એમ પણ લાગે કે “આ તો જંગલીની જેમ જીવવાની વાતો છે ! મને શું ખવાય, કેમ ખવાય ને કેમ ભોગવાય, એ બધી વાતોની કશી ગમ જ નથી.” નાસ્તિકની એ જ ખૂબી છે. નાસ્તિક તો એમ જ માને છે કે જેટલું ખાધું, પીધું ને ભોગવ્યું તે ખરું મર્યા પછી રહ્યું તે ગયું ! એટલે એ કોઈ સારી ચીજ મળે તે ન ભોગવે, એ ન બને. ન ભોગવી શકાય ને ન ભોગવે, એ વાત જૂદી ! આ નાસ્તિકતા જ્યાં સુધી જીવનમાંથી ન ટળે, ત્યાં સુધી કોઈ પણ સારી વાત રુચે જ નહિ. આત્માને ભૂલાય તો? તમને એમ લાગે છે કે અમને ભોગવતાં નહિ આવડતું હોય ? અમારાં શરીર એવાં થઈ ગયાં હતાં કે દુનિઆમાં અમે કશું જ ભોગવી શકીએ નહિ, માટે અમે આ સંયમ સ્વીકાર્યું, એમ ? એમ નથી. શું કેમ ભોગવાય એની અમને પણ થોડીઘણી ગમ તો છે, પણ અમને આત્માનું ભાન છે ! આત્મા છે, તે અનંત જ્ઞાનાદિમય છે, શરીરથી ભિન્ન છે, એવું એવું જે અમને “નાસ્તિકોની દૃષ્ટિએ ભૂત' વળગ્યું છે, તેનો જ એ પ્રતાપ છે કે અમે ત્યાગ કર્યો છે અને અમને ત્યાગ કરવામાં રસ આવે છે. જેને આ કહેવાતા ભૂતની થોડી-ઘણી પણ અસર નથી, તે આસ્તિક નથી. એ મોઢેથી – “આત્મા છે, આત્મા છે' - એમ બોલતો હોય, તો પણ હૃદયનો નાસ્તિક జీవితంలోని బీజేపీ వదన తుడికి ૫.અ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76