________________
પણ એ અપેક્ષા સાલશે એ ચોક્કસ છે. એક વાર એ નિશ્ચિત થઈ જવું જોઈએ કે મારો આત્મા કોઈ પણ વસ્તુની અપેક્ષા વિના અનંતકાળ પર્યત જીવી શકે એવા મૂળભૂત સ્વરૂપને ધરનારો છે, મારું એ સ્વરૂપ અનાદિકાળથી અવરાએલું છે અને એ આવરણોના પ્રતાપે જ હું અપેક્ષા રાખું છું. મારે મારા અવરાએલ એ સ્વરૂપને પ્રગટ કરવું છે.” આ ધ્યેય આવ્યા વિના સાચી વસ્તુનું દર્શન શક્ય નથી.
આત્માના યથાર્થ સ્વરૂપની ખાત્રી થઈ ગયા પછી, કઈ વસ્તુ મેળવવા જેવી લાગે ? અત્યારે તો આપણી એ હાલત છે કે – અમુક વસ્તુ ન મળે તો ય દુઃખ, તે અધિક મળે તો ય દુઃખ અને થોડી મળે તો ય દુઃખ. શરીરને ખોરાક ન મળે, અધિક મળે કે ઓછો મળે, તો તે સહી શકે છે ? નહિ. આ શાથી? જડ કર્મોના સંયોગથી આ દશા ઉત્પન્ન થઈ છે. હવે તમને લાગે છે કે આપણે ચેતન છતાં જડસ્વરૂપી બની ગયા છીએ ? આવા હોઈએ તે છતાં પણ જો આવો ઇકરાર સમજપૂર્વક ન થાય, તો આપણે કેવા થવું છે અને જેવા થવું છે તેવા થવા માટે આપણે શું શું કરવું જોઈએ, એ વગેરે વાતો જે રીતે સંભળાવી જોઈએ તે રીતે સાંભળી શકાશે નહિ. બહિરાત્મા છીએ કે અંતરાત્મા?
અત્યારે આપણે જે કાંઈ દુઃખો ભોગવવાં પડતાં હોય, તે પ્રતાપ આત્માનો નથી, પણ જડની સોબતે આત્મા જડ જેવો બન્યો છે, તેનો એ પ્રતાપ છે. જે જડની સોબતે આપણી આવી દશા કરી મૂકી છે, તે સોબતનો આપણે અંત લાવવો છે. આપણે નક્કી કરવું જોઈએ કે હવે તો મારે આ જડ કર્મની સોબત જોઈએ જ નહિ; પણ આત્માના સ્વરૂપ પ્રત્યે આકર્ષણ થયા વિના એ બને નહિ. આપણને આત્માના સ્વરૂપ તરફ આકર્ષણ છે કે આત્માના સ્વરૂપને મલિન કરનારી વસ્તુ તરફ આપણું આકર્ષણ છે ? આત્માના સ્વરૂપને મલિન બનાવનારી વસ્તુઓ પ્રત્યે જેનું આકર્ષણ છે અને આત્માના સ્વરૂપ પ્રતિ જેનું આકર્ષણ નથી એને બહિરાત્મા કહેવાય છે.
આપણે આજ-કાલના નહિ, પણ અનાદિકાળથી જડના સંયોગમાં છીએ. જડ કર્મોના સંયોગથી આપણે આજે ને આજે મૂકાઈ જઈએ, એ શક્ય નથી : પણ આપણને આપણી વર્તમાન દશા ખટકે છે કે નહિ ? આ દશામાં-જડ કર્મોના આ સંયોગવાળી અવસ્થામાં ય આપણે બહિરાત્મા છીએ કે અંતરાત્મા ? જડનું ટાઇટ હાહાહાહાટકટ
પૂ.આ. રામચંદ્રસૂટ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org