Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 19
________________ આધીન રહું? તમે કેવા છો ? ચેતન છો કે જડ ? ચેતન છતાં જડ જેવા બને. ગયા છો ને ? તમે અહીં સાંભળવા આવ્યા છો, તો મારે પણ કહેવાજોનું કહેવું જોઈએ ને ? સાંભળવા માટે તો તમે વ્યાખ્યાનના સમયથી વહેલા આવીને જગા રોકો છો. પાછળથી આવવા છતાં આગળ આવવાનો પ્રયત્ન કરો છો, આટલી ભીડમાં ભીચડાઈને બેસવું પડે છે તે છતાં પણ શાંતિથી બેસો છો અને તેમ છતાં પણ હું જો સંભળાવવાજોગું તમને સંભળાવું નહિ, તો તો હું ગુન્હેગાર જ ઠરું ને? તમે કાંઈ અહીં તમાશો જોવા માટે થોડા જ આવ્યા છો ? તમાશો જોવો હોય તો તમારે માટે નાટક, સીનેમા, વગેરે ક્યાં ઓછાં છે ? એવાં સ્થાનોમાં આનંદ કોને આવે ? જડ જેવા બની ગએલા, પોતાપણાને ભૂલી ગએલા આત્માઓને જ ને ? આત્માના સ્વરૂપમાં લીન બનવાની ભાવનાવાળો એવા તમાશાનાં ઠેકાણાંએ આનંદ લૂંટવા જાય ખરો ? ત્યાં જેને આનંદ લૂંટવા જેવો છે એમ લાગે, એને જડ જ કહેવા પડે ને ? વસ્તુનો ખ્યાલ આપવાને માટે જડ-ચેતનનો વિભાગ તો કરવો જ પડે. આપણે અત્યારે કેવા છીએ ? એ વિચારવું છે, તો આપણી પરાધીનતા જોવી પડશે ને ? આ શરીરને ખોરાક ન મળે તો હાલતું-ચાલતું બંધ થઈ જાય. પાણી ન મળે તો મોઢા ઉપરનું તેજ ઉડી જાય અને હવા ન મળે તો ગુંગળાઈ મરે. વળી વ્યસનીઓને તો એવી એવી પણ ચીજો જોઈએ, કે જે સભ્ય સમાજમાં બોલી પણ શકાય નહિ. ચેતન આવા જડ બને તે સહાય ? સભા અત્યારે તો કર્મના બંધનમાં છીએ ને ? એની ના છે જ નહિ. એને ધ્યાનમાં રાખીને જ આ વાત થાય છે. આત્માનું મૂળભૂત સ્વરૂપ ખ્યાલમાં આવે, એ માટે આ વાત ચાલે છે. આપણને જે ભૂખતરસ લાગે છે, તે આત્માની ભૂખ છે? આત્માનો સ્વભાવ એવો નથી કે એને ભૂખ લાગે. આ શરીરનું બંધન છે માટે ભૂખ લાગે છે. તપાવેલા લોઢાને લુહાર કાંઈ ભેટે નહિ. એને હાથ પણ અડાડે નહિ. એ જાણે છે કે અત્યારે લોઢું અને અગ્નિ એકમેક થએલ છે. એ અડે ત્યારે, કે જ્યારે લોઢું અગ્નિરહિત બની જાય. એ જ રીતે અત્યારે “ન જ ખાવું, ન જ પીવું” એ માટે ખાઈએ પીઈએ છીએ ? આત્માનું સ્વરૂપ પ્રટાવવાની મહેનત બરાબર થઈ શકે એ માટે ? આત્માના સ્વરૂપને પ્રગટાવવાની મહેનત દરમ્યાનમાં શરીરને નિભાવવું પડે, સાચવવું પડે એ જૂદી భవి ૨૦ డి విడివిడివడిన డిజీజీహాదోయడిని వేడి પૂ.આ. રામચંદ્રસૂ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76