Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 18
________________ પામે, ત્યાં સુધી અનંતજ્ઞાનીઓના કહ્યા મુજબનો ઉપદેશ આપ્યાની આ મહેનત જેવી સફળ નિવડવી જોઈએ, તેવી સફળ નિવડી શકે નહિ; પણ તે કોને માટે ? અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ સ્વ-પરના હિતની જ કામનાથી આ ઉપદેશ અપાતો હોઈ, મારી મહેનત મારે માટે તો સફળ જ છે. તમારે માટે આ મહેનત ક્યારે સફળ નિવડે, એ જ વિચારવાનું છે. તમને આ રીતે શરીરના પણ બંધન વિના અને હવા-પાણી પણ લીધા વિના જીવવાનું પસંદ છે કે નહિ ? મુંઝાતા નહિ, આપઘાતની સલાહ હું નહિ આપું, કારણ કે આપઘાત કર્યે બંધન છૂટી જાય એમ નથી. આપઘાત કરવો એ તો મૂર્ખાઈ છે. ઉત્તમ પ્રકારનું જીવન જીવતાં શીખવું જોઈએ. જીવન એવું ઉત્તમ બનાવવું જોઈએ કે બંધન જાય. આ જીવનમાં તમે અધોગતિમાં ઘસડાવ નહિ અને ઉત્તમ કોટિના જીવન તરફ વળો, એ મારી ઇચ્છા છે. આ સાધુજીવન એવું છે કે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ આ જીવનને જીવનારને એમ લાગે છે કે - ‘મારું સ્વરૂપ પ્રગટ થવાનાં વાજાં વાગી રહ્યાં છે.' શાનાં વાજાં ? કોઈની પણ અપેક્ષા વિના અનંતકાળ પર્યંત સુખે જીવવાનાં ! તમારાં પણ એવાં વાજાં વાગતાં થઈ જાય, એવી મારી ઇચ્છા છે. તમને પણ આબાદીની સાથે સુખ-શાંતિ તો જોઈએ છે ને ? આત્મામાં અનંત સુખ ભરેલું છે, પણ અત્યારે આત્માનું તે સ્વરૂપ કર્મના આવરણથી દબાએલું છે. એ આવરણ ટળે એટલે સુખ જ સુખ છે. અમારી મહેનત એ સુખને પ્રગટ કરવાની છે. અમારે એવી સુખમય દશાને પ્રગટાવવાની છે. તમે પણ આવી મહેનત કરનારા બની જાઓ, એવી અભિલાષાથી જ આ ઉપદેશ અપાય છે. શ્રીમંતાઈ પણ બોજારૂપ લાગવી જોઈએ : આપણે ચેતન છીએ, આપણે આત્મા છીએ, પણ અત્યારે આપણી હાલત લગભગ જડ જેવી બની ગઈ છે. અત્યારે આપણે જડને આધીન બન્યા છીએ અને તે એવા કે પોતાના સ્વરૂપને પણ ભૂલ્યા છીએ ! કોઈના આધારે જીવે, એ ચેતન કે જડ ? પોતાના સ્વરૂપે જીવવા માટે જેને કોઈના પણ આધારની જરૂ૨ નથી એ આત્મા છે. આપણી દશા જૂદી છે. જડવત્ બનેલા આપણે જાગતા બનીએ; તો ચેતન બનતાં વાર લાગે નહિ. આપણને એમ થવું જોઈએ કે મને કોઈની પણ અપેક્ષા રાખવી પડે, એ મારી વિભાવ-દશા છે. જડ કોઈને આધીન રહે, હું શાનો ISB€¢¢BES 5058 આત્માની ત્રણ અવસ્થાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76