Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ બાકી કોઈ પણ ચીજની અપેક્ષા હોય એવું કે કોઈ પણ ચીજ વિના જીવી શકાય નહિ એવું, આત્માનું સ્વરૂપ છે જ નહિ. ચક્રવર્તીનું સિંહાસન પણ બંધન લાગે? આત્માનું સ્વરૂપ જ્યારે પરિપૂર્ણપણે પ્રગટે છે, આત્મા જ્યારે કર્મના સંબંધ યોગે જન્મેલી વિભાવ-દશામાંથી મુક્ત બનીને પૂરેપૂરી સ્વભાવ-દશાને પામે છે, ત્યારે એને જીવવા માટે હવા-પાણીની પણ આવશ્યક્તા રહેતી નથી. હવા-પાણી વિના પણ એ અનંતકાળ પર્યત જીવી શકે છે. એ પછી એને માટે કોઈ પણ કાળ એવો આવતો જ નથી, કે જ્યારે એને હવા- પાણીની પણ જરૂર પડે. આ વાત બેસે છે ? આ વાત જેવી રીતે હેયે બેસવી જોઈએ તેવી રીતે બેસી જાય, તો આપણને આપણી વર્તમાન દશા માટે કારમું દુઃખ ઉત્પન્ન થયા વિના રહે નહિ. કમકમાં આવી જાય કે – “મારા આત્માની આ દશા ? હું આટલો બધો પરાધીન ?” આને બદલે આજે આપણી કયી દશા છે, તેનો વિચાર કરો. આપણને આપણા આત્માના ગુણોની મમતા છે ? કે જે વસ્તુઓ આત્માની નથી, ઉલટી આત્માને બંધનમાં જકડનારી છે, એની મમતા છે ? આજનો અબજોપતિ કાલે કંગાળ બની જાય, એ બને ને ? અને તેમ છતાં, જે લક્ષ્મી પોતાની નથી, પોતાને પાગલ બનાવનારી છે, એવી પણ લક્ષ્મીની મમતા કેટલી ? અબજોપતિ જ્યારે કંગાળ બને છે, ત્યારે એના રોમ રોમમાંથી જાણે વેદનાઓ નીકળતી હોય એમ થાય છે. એને એટલું દુઃખ થાય છે કે જોયું જાય નહિ. એને એમ થઈ જાય કે – “હવે હું જીવીશ કેમ ?” લક્ષ્મીને ગુમાવનારા કોઈ પાગલ બની ગયા, કોઈએ ઝેર ખાધાં અને કોઈએ નૃપાપાત કર્યો. શા માટે ? લક્ષ્મી ગઈ માટે ! લક્ષ્મીને કેવી માનેલી ? મારી ! નહિતર વિચાર કરવો જોઈએ કે “ગયા તો ગયા, મારા ક્યાં હતા ?' પણ એ તો કહેશે – “અબજો ગયા ! સામાન્ય વાત છે ?' અલ્યા, પણ અબજો એટલે શું ? દુનિયાના કયા ખુણામાં સમાઈ જાય એટલા ? અબજો રૂપીઆ દુનિયાનો કેટલોક ભાગ રોકે ? દુનિયાભરની લક્ષ્મી ભેગી કરો તો ય કેટલીક જગ્યા રોકે? પણ જ્યાં દૃષ્ટિ જૂદી હોય છે, લક્ષ્મીની મમતા હોય છે, ત્યાં અબજો સાંભળતાં મોટું ભરાઈ જાય છે. આત્માના સ્વરૂપમાં લીન બનેલા આત્માને તો તેવું કાંઈ જ લાગે નહિ. એને અબજો સાંભળતાં મોંઢામાં પાણી છૂટે નહિ. જેમ સાકર તમે ખાવા માંડો તો શેર પણ ન ખાઈ શકો : અડધો શેર ખાતા-ખાતાંમાં તો వీడియజేయండిపోవలిసిపోతీయవతీయటికితీయ આત્માને ત્રણ અવસ્મઓ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76