Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 14
________________ છે, અનંત જ્ઞાનમય છે, અનંત ચારિત્રમય છે, અનંત વીર્યમય છે અને અનંત સુખનો ભંડાર છે. અનંતજ્ઞાની પુણ્યપુરુષોએ આત્માને આવા સ્વરૂપે આલેખ્યો છે, પણ વર્તમાનમાં આપણી હાલત કેવી છે ? આપણું જ્ઞાન કેટલું ? પાછળ શું બને છે, તેની પણ આપણને ખબર ન પડે. આગળ પણ કેટલી ખબર પડે ? જ્યાં સુધી દૃષ્ટિ પહોંચે ત્યાં સુધીની ખબર પડે. દૃષ્ટિ પડે ત્યાં સુધીની ખબર પણ ત્યારે જ પડે, કે જ્યારે આપણે સાવધ હોઈએ. દૃષ્ટિ પડતી હોય અને આપણે સાવધ પણ હોઈએ, પણ જે વસ્તુ ઉપર દૃષ્ટિ પડતી હોય તે વસ્તુના સ્વરૂપની આપણને ગમ ન હોય તો ? જેમ કે આ (શાસ્ત્રનું) પાનું જે ભાષામાં લખાએલું છે તે ભાષાનું જેને જ્ઞાન ન હોય, એવા આદમીને આ પાનું વાંચવા આપીએ તો શું થાય ? પાનું જૂએ, લિપિનું જ્ઞાન હોય તો અક્ષરો ય વાંચી લે, પણ ભાષાનું જ્ઞાન ન હોય તો શું થાય ? લિપિની પણ ખબર ન હોય, તો તો વળી વધારે મુશ્કેલી, એને તમે અડધો કલાક કે કલાક સુધી પાનું બતાવો, પણ એ શું કહે ? એમ જ કહે ને કે કાગળ અને શાહી સિવાય બીજું કાંઈ હું સમજી શકતો નથી ! ત્યારે વિચાર કરો કે સ્વભાવે અનંતજ્ઞાનમય એવો પણ આત્મા વર્તમાનમાં કેટલો બધો જ્ઞાનરહિત અને કેટલો બધો અજ્ઞાનયુક્ત બની ગયો છે કે ૫૨ની સહાય વિના તે કશું જ જાણી શકતો નથી. આંખની સહાય મળે, સાવધગીરી બરોબર હોય અને તે છતાં સામેની વસ્તુના સ્વરૂપની પિછાણ ન હોય, તો સ્વભાવે અનંતજ્ઞાનમય સ્વરૂપવાળો આત્મા પણ અત્યારે એવો બની ગયો છે કે સામેની તે વસ્તુને પિછાણી શકતો નથી. આથી નિશ્ચિત થાય છે કે આત્માને વર્ણવનારા, આત્માના સ્વરૂપનો ખ્યાલ આપનારા દર્શનકારોમાં જેઓ ઉંચામાં ઉંચી કોટિના તત્ત્વજ્ઞાની દર્શનકારો થઈ ગયા છે, તેઓએ આત્માનું જે સ્વરૂપ દર્શાવ્યું છે, તે સ્વરૂપમાં અત્યારે આપણો આત્મા નથી : છતાં આપણને આપણા આત્માનું એ મૂળભૂત સ્વરૂપ પ્રટાવવાની ઇચ્છા થાય છે ખરી ? જેમ અવાવરું મકાનને, કાટવાળા વાસણને કે મેલા વસ્ત્રને જોતાંની સાથે, તે સ્વચ્છ હોય તો સારું કે સ્વચ્છ બને તો સારું - એવી ઇચ્છા જન્મે છે, તેમ ‘મારો આત્મા પોતાના સ્વરૂપને પામે તો સારું' આવી ઇચ્છા તમને ક્યારેક પણ જન્મી છે ખરી ? આવી ઇચ્છા ન જન્મી હોય તો તમે આત્માના અસ્તિત્વની બાબતમાં હજુ અનિશ્ચિત છો, આત્માના અસ્તિત્વને અખંડપણે સ્વીકારનારા નથી, એમ માનવું ? તેવા પ્રકારના સંયોગ ન મળ્યા હોય ને ન વિચાર્યું હોય, પણ સંયોગ cccccccce PPPPPPRRP આત્માની ત્રણ અવસ્થાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76