Book Title: Atmani Tran Avasthao
Author(s): Ramchandrasuri, Kirtisurishwar
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ આકર્ષણ ખટકતું હોય અને આત્માના સ્વરૂપનું આકર્ષણ થતું હોય, તો આપણે બહિરાત્મા નથી પણ અંતરાત્મા છીએ અને અંતરાત્મા હોઈએ તો તો આપણને એ કોલ મળી જાય છે કે - થોડા જ કાળમાં આપણે પ૨માત્મ-પદને, એટલે કે - આપણા આત્માના મૂળભૂત સુવિશુદ્ધ સ્વરૂપને પામવાના ! આજના ઉપદેશનો સાર આ જ છે. બહિરાત્મ-દશા ટળે, અંતરાત્મ- દશા પ્રગટે અને અંતે પરમાત્મદશાએ પહોંચાય, એવું પરિણામ આપણે લાવવું છે. તમે જડના સંયોગ અને જડના સંયોગની અનુકૂળતા વિના અત્યારે જીવી શકો તેમ નથી - એ વાત હું . બરાબર જાણું છું, પણ આકર્ષણ ક્યાં છે એ નક્કી કરવું છે. આત્મા મૂળભૂત સ્વરૂપે અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત વીર્યમય અને અનંત સુખમય છે. એ સ્વરૂપનું આકર્ષણ છે કે નહિ ? એ સ્વરૂપનું આકર્ષણ ન હોય તો એ સાબીત થાય છે કે આપણે બહિરાત્મા છીએ. આત્માના વાસ્તવિક સ્વરૂપનો જો સુંદર ખ્યાલ હોય, તો જડનું આવું આકર્ષણ હોય ? અને જડનું આકર્ષણ થઈ જાય તો ય તે ખટકયા વિના રહે ખરૂં ? જડનું આકર્ષણ જાય અને આત્મસ્વરૂપનું આકર્ષણ થાય, તો ચેતનનું સ્વરૂપ પ્રગટતાં વાર લાગે નહિ. તમને કદી પણ એમ થયું છે કે – ‘જીવવા માટે હવા-પાણીનીય જેને જરૂ૨ નથી, એવો મારો આત્મા છે ?' મારે મારા આત્માનું એ સ્વરૂપ પ્રગટાવવું જોઈએ, એવો મનોરથ પણ કદી થયો છે ? જો ના, તો આપણે બહિરાત્મા જ છીએ ને ? * સુખે જીવવા માટે જરૂરીઆત કેટલી ? બહિરાત્મ-દશાનો જ એ પ્રતાપ છે કે ‘આ જોઈએ, તે જોઈએ, આના વિના ન ચાલે, તેના વિના ન ચાલે' - એવો વળગાડ થઈ ગયો છે. તમને સુખે જીવવા માટે કેટલી ચીજો જરૂર લાગે છે ? કદાચ એ ચીજોની નોંધ કરાવવા માંડો તો નોંધ ક૨ના૨ પણ થાકે ! બહિરાત્મ- દશાને ભોગવતા રાજાઓ આદિના નોકરો રાડ પાડી જાય છે. એ રાજાઓ આદિ જ્યારે મુસાફરીએ નીકળવાના હોય છે, ત્યારે એની જરૂરીયાતોને પૂરી પાડવા માટે રોકાએલા નોકરો મોટા પગારદાર હોવા છતાં પણ મુંઝાઈ જાય છે. કહે છે કે - ‘બે મહિના પહેલાંથી તો નોંધ ક૨વી પડે છે ! કયે વખતે શું જોઈશે - એને યાદ કરતાં કરતાં લોહીનું પાણી થઈ જાય છે. કોણ જાણે કયે વખતે શું માગી બેસશે ? તેમને આ જોઈશે ને તે જોઈશે, એ વિચારતાં મગજનાં તંતુઓ તૂટવા જેવું થઈ જાય છે !' આજે સામાન્ય પણ માણસો TOP HP HP HP HP આત્માની ત્રણા અવસ્થાઓ Jain Education International For Private & Personal Use Only 30303 ૧૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76