Book Title: Atmani Tran Avasthao Author(s): Ramchandrasuri, Kirtisurishwar Publisher: Sanmarg PrakashanPage 10
________________ આત્માની ત્રણ અવસ્થાઓ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ હોઈ તેને સ્વીકારવાની જરૂર આ આર્યદેશમાં આત્માના અસ્તિત્વને કોઈ ને કોઈ સ્વરૂપે સ્વીકારનારાઓની છે સંખ્યા એટલી મોટી છે કે નાસ્તિકને પણ પોતાના મતનો પ્રચાર કરવા માટે, પોતાના મતને ન છાજે એવી પણ કેટલીય વાતો કરવી પડે છે. નાસ્તિકો પણ સમજે છે કે “આ દેશમાં અને આ વર્ગમાં જો આપણે આપણા મતનો પ્રચાર કરવો હોય, તો એવી પણ થોડી-ઘણી વાતો કર્યા વિના ચાલે નહિ : એવી વાતો કર્યા વિના આપણે આપણો પ્રચાર કરી શકીએ, એ ઘણું જ મુશ્કેલ છે. આમ છતાં પણ, એ વાત વિચારવા જેવી છે કે જેટલા માણસો આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, તેઓ માત્ર મુખેથી જ આત્માનો સ્વીકાર કરે છે કે તેમનું હૃદય પણ આત્માના અસ્તિત્વને કબૂલ રાખે છે ? “આત્મા છે' એમ મુખેથી બોલવું અને વર્તવું એવી રીતે કે આત્માને માનતા જ ન હોઈએ, તો એ શું કહેવાય ? જ્યાં સુધી આત્મા એ શરીરથી જૂદી જ એવી એક વસ્તુ છે એ હૈયામાં જશે નહિ, ત્યાં સુધી સાચી ઉન્નતિનો વિચાર કરવામાં આવે કે તેને સાંભળવામાં આવે, તો પણ તે હૃદયને સ્પર્શવો મુશ્કેલ છે. જેઓ આત્માના અસ્તિત્વને જ સ્વીકારતા ન હોય, શરીરથી ભિન્ન એવા આત્માની વિદ્યમાનતાને જ સ્વીકારતા ન હોય, તેઓને આ ઉપદેશ સંભળાવવો એનો બહુ અર્થ નથી. ઉપદેશ સાંભળતાં સાંભળતાં શરીરથી ભિન્ન એવા આત્માની પ્રતીતિ થઈ જાય અને પછી ઉપદેશની અસર થાય એ જુદી વાત છે; પણ જેને આત્માના અસ્તિત્વમાં જ વિશ્વાસ નથી, એવાની દષ્ટિએ “આપણે કેવા છીએ, આપણે કેવા બનવું જોઈએ અને જેવા બનવું હોય તેવા બનવા માટે શું શું કરવું જોઈએ ?' એનો વિચાર કરવાનો છે જ નહિ. જે માણસ આત્માના અસ્તિત્વને માનતો ન હોય, આ જીવનમાં જે કાંઈ સારું-નરસું હું કરું છું તેનું મારે ભવિષ્યમાં પછીના જન્મમાં ફળ ભોગવવું પડશે – એમ માનતો ન હોય અને જે એમ જ માનતો હોય કે અહીં મર્યા એટલે સર્વ ખેલ ખલાસ, તે ગમે તેવી કર દૃષ્ટિવાળું જીવન પણ જીવતો હોય, તો ય આપણે કહેવું પડે કે એવો అతడి నుండి కిందకి జీపీడి આત્માની ત્રણ અવસ્થાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76