Book Title: Antarjyoti Part 2
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરસ્પર એવી સંક્લાયેલી છે કે એકના વિના બીજને વિકાસ અધૂરે રહી જાય છે, જેથી બને શક્તિઓ સાથે જ આવશ્યક છે; ચેતનાને વિકાસ એટલે સમ્યગ શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન મેળવવું અને વીર્યને વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું; જ્ઞાન અને ક્રિયા એ બને એકાત અર્થાત્ જીવનના છૂટા છૂટા છેડાઓ છે; એ બને છેડાએ ગેહવાય તે જ ફળસાધક બને; અન્યથા નહિ; આ બાબતમાં અંધ—પંગુ ન્યાય સુપ્રસિદ્ધ છે. જ્ઞાન ગમે તેટલું મેળવ્યું હોય પણ સમ્યફારિત્ર સિવાયનું જ્ઞાન પાંગળું છે; જેમ પાંગળે માણસ ભલે દેખતે હેય પરંતુ પગ વિના બળતા અગ્નિ પાસેથી તે ઈષ્ટ સ્થાને જઈ શકતા નથી, તેમ જ્ઞાનીઓ જ્ઞાન બળે ભલે દેખતા હોય પણ તેઓ ચારિત્ર-ક્રિયારૂપ પગ વગર મેહજન્ય–કામ અને પરિગ્રહજન્ય-વાસનાઓના (Temptations) દાવાનળથી બચી મુક્તિ મુકામે જઈ શક્તા નથી; જ્ઞાનક્રિયાની પરસ્પર મુખ્યતા અને ગૌણુતા તે અવસ્ય રહેવાની; પૂ૦ ઉ૦ શ્રીમદ્દ યશોવિજયજીએ પણ કહ્યું છે કે જળમાં પેસી પગ ન હલાવે તારુ તે કેમ તરશે રે ! ખાસ કરીને જ્ઞાન મેળવવું તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને વિષય છે અને તદનુસાર જીવન ઘડવું–એ ચારિત્ર મેહનીય કર્મના ક્ષપશમનું કાર્ય છે. જ્ઞાન મેળવવા માટે સાહિત્યની આવશ્યકતા ઊભી થાય છે; ભારતના સર્વ દર્શનેમાં સાહિત્યનું ઉચ્ચ સ્થાન છે; સાહિત્ય મનુષ્યને માનવતા શીખવે છે એટલું જ નહિ પણ નીતિ અને ધર્મને અનુસરતું સાહિત્ય બરાબર અધ્યયન કરવામાં આવે, તેમાં આવેલી શારીરિક, માનસિક ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક સંપત્તિઓ મનુષ્ય પોતાના જીવનમાં સમન્વિત કરે અથવા દેશદષ્ટિ તજીને ગુણેને આદર કરે તે મનુષ્ય સંસ્કારી બને છે; સંસ્કાર જીવનનું ઘડતર કરે છે, પ્રગતિના માર્ગે લઈ જાઈ ધર્મબુદ્ધિ જાગ્રત કરી મૈત્રી પ્રમોદ કારુણ્ય અને માધ્યસ્થ ભાવનારૂપ આત્મિક શક્તિઓની આંતર જાતિને પ્રકટ કરે છે અને પ્રાતે અનેક શુભ સંસ્કારથી સમૃદ્ધ થયેલ આત્મા પિતાને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 585